Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 227
________________ અનાજના કાકા જૈન પત્રકારત્વ જ હકીકત જણાવો. મોરારજી દેસાઈ તે વખતે નાણાંપ્રધાન હતા. પત્રકારની વિશ્વસનીયતા પર તેમને શ્રદ્ધા હતી. આખરે સત્ય બહાર આવ્યું ને ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આચાર્ય રજનીશ તેના પ્રભાવશાળી વકતૃત્વથી સમાજમાં છવાયા હતા. નારગોલ શિબિરમાં મુક્ત સહચર્યની વાત કરી. સમગ્ર જનતાને આ પ્રશ્ન પરત્વે સાંકળીને વોરાએ આચારશુદ્ધિની ખેવના પ્રગટ કરી હતી. જૈન સાધુ-સંતો, યુવાન વયે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કરવાની બાધા આપતા હતા તે વેળાએ પણ પોતે જૈન હોવા છતાં સત્યને પ્રજા સમક્ષ ધરીને વાચકોની મુક્ત ચર્ચાને જન્મભૂમિમાં પ્રગટ કરી. સાધુ-સંતોના અહોભાવથી મુક્ત, મૂલ્યનિષ્ઠ જીવન અને વૈજ્ઞાનિક અભિગમ એ તેમના વ્યક્તિત્વની વિશેષતા હતા. પરખ શક્તિ અને વિવેક એક પત્રકાર તરીકે વોરામાં માણસને પારખવાની અદ્ભુત શક્તિ હતી એટલે જ તેઓ સમાચાર પ્રગટ કરવામાં પણ અદ્ભુત વિવેક દાખવી શકતા હતા. કોના આપેલા સમાચારમાં કેટલું તથ્ય છે, કેટલો સ્વાર્થ છે કે કેટલું સત્ય છે, ક્યાં પોતાને ભેખડે ભરાવી દેવાની ચાલ છે ને ક્યાં નરી આત્મપ્રસિદ્ધિ છે તે પામી જવાની શક્તિ હતી. એક વખત બોરાબજાર સ્ટ્રીટમાં આગ લાગી હતી. રિપોર્ટ લેવા માટે તેમણે એક મદદનીશને મોકલ્યા. આગ લાગી તેમાં જાનહાનિ નહોતી થઈ, પણ મકાનની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો ને થોડી નાસભાગ થઈ હતી. મદદનીશ ભાઈએ આજુબાજુના લોકોને ઘટના વિશે પૂછયું. તેમાં એક ભાઈ વારંવાર કહે કે, મેં સામેના મકાનમાંથી જોયું. હું દોડી આવ્યો ને મેં મદદ કરી .... વગેરે...વગેરે. મારું નામ ભૂપતાણી છે. વળી કોઈએ ટાપસી પૂરી કે ભૂપતાણીભાઈએ બહુ મદ કરી. બે-ત્રણ લોકોની આવી વાતથી પ્રભાવિત મદદનીશે ચાર પાનાંનો રિપોર્ટ લખીને વોરાભાઈને આપ્યો. વોરા કહે, “અરે, ભૂપતાણી પડી ગયા હતા કે બાલ્કની ? આવી કોઈની પ્રસિદ્ધિ માટે આપણે છાપું ચલાવીએ છીએ ?” પત્રકારત્વ એ તો તલવારની ધાર પર ચાલવા જેટલું કપરું કામ... એ કપરા કામમાં તેઓ સદાય સજાગ રહ્યા. ૨૨૨

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236