________________
પણ જૈન પત્રકારત્વ જજ જજ Eી શા જૈનપત્રકાર : સ્વ. ગુણવંત શાહ
- ડૉ. રેખા વૃજલાલ શાહ ( જેન ધર્મનાં અભ્યાસુ ડૉ. રેખાબહેને ભક્તામર
સ્તોત્ર પર શોધનિબંધ લખી Ph.D. કરેલ છે. ગુણવંત શાહ | ‘ઋષભચરિત્ર” પર તેમનો ગ્રંથ પ્રગટ થયેલ છે.
ગુજરાતી સાહિત્યનું પરોઢ ઊગતું હતું ત્યારે કવિ નર્મદ “દાંડિયો પત્ર દ્વારા સમાજને જગાડવાનું કામ કર્યું. નર્મદે કહ્યું છે કે, “આ દાંડિયો એ સત્તાધીશોને, ધર્મને નામે અધર્મ આચારનારાઓને અને પ્રજાનું શોષણ કરનારની સામે જોશભેર દાંડી બજાવશે.' કવિ નર્મદની દાંડિયો'નું એક અર્થમાં યાદ આપે એવા જૈન સમાજમાં સાપ્તાહિકના પત્રકાર શ્રી ગુણવંત અમૃતલાલ શાહ છે. એમણે 'જિન સંદેશ” પત્રના માધ્યમ દ્વારા પોતાની તેજાબી શૈલીથી વર્તમાન ઘટનાઓ પર આકરા પ્રહારો કર્યા. ગુણવંત શાહ પાસે એક પત્રકાર તરીકે ઘણી સજ્જતા હતી. એ સ્વયં પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. એમની પાસે છટાદાર શૈલી ધરાવતી કલમ હતી. સાપ્તાહિકનો Lay-out સુંદર રીતે કરી જાણતા અને પછી સાપ્તાહિકમાં સૌને રસપ્રદ અને આકર્ષક એવી વાંચન-સામગ્રી આપતા હતા, એનું એક જ ઉદાહરણ જોઈએ તો એમણે ‘ઇન્ટરવ્યું અને અંતર નામની કોલમમાં આગવી વ્યક્તિઓની મુલાકાત લીધી હતી અને એ મુલાકાતમાં વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરવાની સાથોસાથ એમને મુંઝવે તેવા પ્રશ્નો પણ નિર્ભયતાથી પૂછતા હતા. જિન સંદેશ'માં શ્રી કાંતિલાલ કોરા, શ્રેષ્ઠીવર્ય શ્રી દીપચંદભાઈ ગાડ, પંડિત પૂનમચંદ શાહ, શ્રી વિનોબા ભાવે ઈત્યાદિની મુલાકાતો રજૂ કરવામાં આવી છે. જિન સંદેશે' એ સમયના જૈન સમાજમાં ઘણો ખળભળાટ મચાવ્યો હતો. એનું કારણ એ છે કે તે સમયે ભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે થઈ રહી હતી. જૈન સમાજના બધા ફિરકાઓએ સાથે મળીને આ ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આની સામે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મ.સાહેબે પ્રચંડ આંદોલન જગાડ્યું હતું જેના પરિણામે કસ્તુરભાઈ લાલભાઈના ઘરે ધરણા કરવામાં આવ્યાં હતાં.
૨૦૮