Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 211
________________ જૈન પત્રકારત્વ તરીકેનું, વિશુદ્ધ, વ્યાપક, વિચારક તરીકેનું, સ્વતંત્ર, બુદ્ધિમાન, સ્વાર્થહીન સમાજસુધારક તરીકેનું, અને સૌથી વિશેષ આદમિયતના અભિવાદક તરીકેનું વ્યક્તિત્વ પ્રગટ રહે છે. પત્રકાર તરીકેની એમની પાત્રતા, પરિપક્વતા અને પ્રજાપ્રિયતાનું ઉદાહરણ – પ્રભુદ્ધ જૈન, પછીથી પ્રબુદ્ધજીવનના તંત્રી તરીકેની સફળ કારકિર્દીથી આકર્ષાઈ સૌરાસ્ટ્ર ટ્રસ્ટ તરફથી તેમને ‘યુગદર્શન’ નામક માસિક પત્ર શરૂ કરવાનું સૂચન આવ્યું અને તેનું સંપાદન પણ તેમણે કર્યું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે નિમાયા. તેઓના મત પ્રમાણે સાંપ્રદાયિક અને રૂઢિગત ક્રિયાકાંડરૂપ ધર્મમાં અટવાઈ રહેલા જનસમુદાયને ધર્મના સત્યસ્વરૂપને સમજવાની જરૂરત છે. ‘માત્ર બાહ્ય આચાર કે ક્રિયાકાંડ મનુષ્યની યોગ્યતાનું કારણ બને તો બગલો પણ ભક્તની કોટીમાં લેખાય’' ! ધર્મના આંતરિક સ્વરૂપને અગત્ય આપવાની જરૂર છે. “ધર્મનો સંબંધ જીવનના ઘડતર સાથે, યમનિયમના અનુપાલન સાથે, આચાર અને વ્યવહારની વિગતો સાથે છે.’’ – લેખ : આર્યાવર્તનો સંક્રાતિકાળ) સંકટને પણ સમૃદ્ધિ ગણી સત્કારવાની સાધુતા તેમનામાં જોવા મળે છે. એમની લોકપ્રિયતાનાં બે કારણો છે (૧) પ્રબુદ્ધજીવન અંક પ્રકાશન (૨) પર્યુષણ વ્યાખ્યાનમાળા. પર્યુષણ પર્વ નિમિત્તે – પ્રજાને જીવનપોથી મળી રહે એ આશયથી એમણે ઈ.સ. ૧૯૩૨થી લોકપ્રિય પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી. જીવનભરની એમની નિ:સ્વાર્થ સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે ઈ.સ. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૫મી તારીખે સંઘના નવા સભાગૃહને ‘પરમાનંદ કાપડિયા સભાગૃહ' તરીકે જાહેર કર્યું છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં “પોતાના મનમાં કોઈને તદ્દન વિરોધી માની તેના પ્રત્યે ડંખ કે કડવાશ સેવવા એ પરમાનંદભાઈની હસમુખી પ્રકૃતિમાં સંભવિત હતું જ નહીં - એ તત્ત્વ એમના પરમ આનંદ નામને સાર્થક કરે છે.'' આ પ્રબુદ્ધ પુરુષનું જીવન શુષ્ક ન હતું. સંગીત અને ચિત્રકળામાં તેમને રસ હતો. ભૂપાલી અને દુર્ગા એમના પ્રિય રાગ અને તેઓ સંગીત શીખ્યા પણ હતા. ૨૦૬ -

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236