Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 222
________________ કામ જ જૈન પત્રકારત્વ જજ કાર્ય કરતાં હતાં. તેમના પુત્ર શ્રી પ્રકાશભાઈને હું મળી ત્યારે તેમણે કહ્યું કે, “મારા પપ્પાએ ખૂબ મહેનત કરી હતી. શૂન્યમાંથી સર્જન કર્યું હતું. શ્રી વલ્લભસૂરિ મહારાજ સાહેબની તેઓ ઘણા નજીક હતા.” ' ગુણવંતભાઈ પર પટણા (બિહાર)માં એક મહારાજ સાહેબે કેસ કર્યો હતો. તેમનું મૃત્યુ ૧૯૮૫માં થયું તે પછી પણ કોર્ટમાંથી તેમના નામે સમન્સ આવ્યું હતું. જિંદગીની અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરતાં જીવન જીવ્યા. ફક્ત ૪૫ વર્ષની ઉમરે આ ફાની દુનિયાને અલવિદા કરીને ચાલ્યા ગયા. જુદા જુદા વિશેષાંકો એ પણ ગુણવંત શાહની વિશેષતા હતી. પર્યુષણ, ક્ષમાપના, પ્રતિક્રમણ ઇત્યાદિ પ્રસંગ અનુસાર આકર્ષક સાધન-સામગ્રી સાથે પ્રગટ કરતા. “જિન સંદેશ'ના તંત્રીપદ પર રહેવા ઉપરાંત તેમણે પ્રબોધ ટીકા, શ્રી મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ ઉજવણીના ભાગરૂપે તૈયાર થયેલા ગ્રંથની અને ગોડીજી જિનાલયની ૧૫૦મી સાલગીરીના વિશેષાંકનું એડિટીંગ પણ કર્યું હતું , શા માટે જિન સંદેશ” ? અંક-૩૬-૩૭-૩૮ના ઉત્તરમાં જણાવે છે કે, ‘જિન સંદેશ’ એ અમારી રોજીરોટી રળવાનું સાધન કે માધ્યમ નથી. જૈન ધર્મના વિવિધ ફિરકાઓ અને ગચ્છો વચ્ચે ભાવનાત્મક એકતા સ્થાપવા, તેઓ વચ્ચે સાહિત્યિક મૈત્રી વિકસાવવા અને એ સૌનું ધાર્મિક ધ્રુવીકરણ કરવા માટેનું અમારા હૈયે જે સ્વપ્ન છે, તેને સાકાર કરવા માટેનું જિન સંદેશ માધ્યમ છે.” આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં કેટલા POSITIVE વિચારો છે એમના - “જીવન સતત સંઘર્ષ નથી જીવન સમાધાન છે. બાંધછોડ છે. સંસ્થા અને સામયિકને પણ આ સૂત્ર લાગુ પડે છે. જિન સંદેશ આજ આર્થિક ભીંસમાં છે. ઘર અને ઘરેણાં ન વેચવા પડે ત્યાં સુધી તેને જીવતું રાખવાની અમારી સંનિષ્ઠ અને સક્રિય તૈયારી છે, અને બીજું આ ભીંસ કાયમી રહેવાની નથી. અમને સમાજમાં શ્રદ્ધા છે તે જરૂરથી “જિન સંદેશને આ ભીંસમાંથી મુક્ત કરશે જ.' આટલી બધી શક્તિવાળા પત્રકાર હતા પણ સમાજને એમનો પૂરતો લાભ મળ્યો નહીં અને એમની ક્રાતિકારી દષ્ટિ કેટલા એવા પ્રશ્નોમાં ગૂંચવાય ગઈ કે જેના પરિણામે જૈન પત્રકાર તરીકે નવો ચીલો પાડી શક્યા નહીં. આમ છતાં એમની ખુમારી, ખુદ્દારી, ખમીર સદાય યાદ રહેશે અને વિરોધીઓ સામે કરેલી સિંહગર્જના આ સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં. ** ૨૧૭

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236