Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 214
________________ પત્રકારત્વની જાણકારી શ્રી દલસુખભાઈ માલવણિયા પર ગંભીર હુમલો થયો હતો આવી પરિસ્થિતિમાં જ્યારે સમાજ મૌન બની બધું જોતો હતો ત્યારે શ્રી ગુણવંત શાહ એની સામે પોતાની જોશીલી શૈલીથી નિર્ભય રીતે લખ્યું, “મુનિશ્રી ચંદ્રશેખરવિજયજીનું માથું તો ઠેકાણે છે ને?” | ('જિન સદેશ' : વર્ષ-૪, અંક-૬૬, તા. ૧-૧૨-૭૩) તંત્રી સ્થાનેથી તેમણે આ મથાળા નીચે લેખ લખ્યો હતો તેમાં તેમણે ચંદ્રશેખરવિજયજી વિશે કહ્યું હતું કે, “જૈન સાધુનો અંચળો ઓઢીને કોઈ માર્ક્સવાદી કે નક્ષલવાદી સમાજને લોહિયાળ બળવા કરવા તરફ ઢસડી રહ્યો છે.” અસંતોષની આગથી ધૂંધવાયેલો કોઈ તરુણ તરકડો સંઘ, શાસન અને સમાજ પર વેર વાળવા બહારવટિયે ચડ્યો છે.' આમ તેમને માર્ક્સવાદી, નક્ષલવાદી, મેલી મુરાદવાળા, બહારવટિયા કહ્યો. - તદુપરાંત મુનિશ્રીનું માથું તો ઠેકાણે છે ને? કારણ - (૧) મુનિશ્રીનું સૂચિત આયોજન વિસ્ફોટ દારૂગોળો સાથેનું એક જોખમી અડપલું છે. (૨) મન, વચન અને કાયાથી સામાયિકની આજીવન પ્રતિજ્ઞાની હિચકારી હત્યા છે. (૩) અહિંસક જૈન સમાજમાં હિંસાની આગનો બેફામ ફાગ છે. (૪) મહાવીરના ગૌરવ અને ગરિમાની - જૈન ધર્મની શાન અને શોભાની ગોઝારી કબર છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણની ઉજવણીનો વિરોધ કરતાં શ્રી ચંદ્રશેખરવિજયજી વિશે આગળ તેઓ લખે છે કે, “શ્રમણ સંસ્થાના મોવડી ધુરંધરો કોઈ તો જાગો? આ મુનિશ્રી આજ જગતના ચોગાનમાં છડેચોક જૈન સંસ્કૃતિના ચીર ખેંચી રહ્યા છે. એટલું જ નહીં, મોરચા, ધરણા, ઘેરાવો વગેરે જલ્લાદોના સાથથી તેના પર વિકૃત બળાત્કાર કરી રહ્યા છે. શાસનરક્ષાનો દાવો કરતાં કોઈ શ્રમણ કે શ્રાવક જાગો! સત્વરે જાગો! અને જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ પર કાળું કલંક લાગી જાય તે પહેલાં મુનિશ્રીનું સૂચિત આયોજન કાયમ માટે કબરમાં ગાડી દો.” ૨૦૯

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236