Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 218
________________ જા જા જા જા જૈન પત્રકારત્વ જજ પર જઈ આ છને ટૂંકાણમાં સમજાવ્યા છે. આવશ્યકનો નિશ્ચિત હેતુ - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકપ્રણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ નિત્ય કરવા યોગ્ય છે અને વારંવાર કરવા યોગ્ય છે. પંચાચાર અને આ જ આવશ્યકનું પ્રતિનિધિ સૂત્ર કરે મિ ભંતે છે. પ્રતિક્રમણ શા માટે? આ પણ તેમનો સુંદર લેખ છે. તેઓ પ્રતિક્રમણ કરવાનું કારણ જણાવતાં કહે છે કે, “આત્માને કર્મમુક્ત કરવા માટે, દોષોની શુદ્ધિ અને ગુણોની વૃદ્ધિ માટે પ્રતિક્રમણ. શ્રી ગુણવંત શાહે હજાર વરસના જે તે ઈતિહાસના મિતાક્ષરી પરિચયને એક લેખમાં સમાવી લીધો છે. તે છે - હકીકતોના હેમ - હસ્તાક્ષર'. આ લેખમાં વિક્રમ સંવત ૧૦૦૧થી લઈને ૨૦૦૦ સુધીના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને વણી લેવામાં આવી છે. સંવત ૧૦૦૧થી ૧૧૦૦ : આ સમય એટલે વાદ-યુગ. આ સદીમાં જૈનાચાર્યોએ હિન્દુ વિદ્વાનો - પંડિતો સાથે તેમ જ દિગમ્બરાચાર્યો સાથે પણ શાસ્ત્રાર્થ કરીને સફળ અને સોનેરી હસ્તાક્ષર કર્યા છે. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ ૮૪ વાદોમાં જીત મેળવી, શ્રી ધનેશ્વરસૂરિએ મુંજની રાજસભામાં વાદ કરીને વિજેતા બની ૧૮,૦૦૦ બ્રાહ્મણોને જૈન બનાવ્યા જે ૬ ઘડીમાં ૫૦૦ શ્લોક કંઠસ્થ કરતા હતા. ' ધર્મઘોષસૂરિ, શાંતિસૂરિએ ભોજની સભામાં ૮૪ વાદીઓને જીતી લેતાં તેમને “વાદિવેતાલ'નું બિરુદ આપી સન્માન કર્યું હતું. ભીમદેવ પહેલાના સમયમાં તેના મંત્રી વિમલશાહે વિ.સં. ૧૦૦૮માં આબુ ઉપર વિમલવસહિ જિનાલય બંધાવ્યું જે શિલ્પ સ્થાપત્યના કારણે વિશ્વપ્રસિદ્ધ થયું. ધનપાલે તિલક મંજરી' કથા રચી. | સંવત ૧૧૦૧ થી ૧૨૦૦ આ જૈન સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો. જિનવલ્લભસૂરિએ સંઘપટ્ટક, શૃંગાર શતકની રચના કરી. ૨૧૩

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236