Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 217
________________ જ જૈન પત્રકારત્વ અપાઈ આત્મિક બજેટનું પર્વ: સંવત્સરી” અને સાથે “ક્ષમા યાચું નહિ, એ જ માગું વીરથી વરદાન.' ક્ષમાપના પૂર્તિમાં પ્રથમ પાને ધાંધલ-ધમાલ કે આડંબર વિના ક્ષમા બક્ષવી જોઈએ.' મધ્યમાં કોકિલાબહેન શાહ અનુવાદિત ક્ષમા અને સમાધિ અને છેલ્લા પાને શ્રી બુદ્ધિસાગરસૂરિજીના હૃદયના ઉદ્ગાર – કરેલી ભૂલોની હું આત્મા પાસે ક્ષમા માગું છું.' અર્થાત્ ક્ષમા આપવી, ક્ષમા આપી સમાધિ મેળવવી અને સમાધિ-ધ્યાન દ્વારા આત્માના નિજ સ્વરૂપ સુધી પહોંચી જવું. ગુણવંતભાઈએ ઉપરોક્ત ત્રણ વિશિષ્ટતાઓ ઉપરાંત અંગ્રેજી અને જર્મન ભાષાના અનુવાદો પણ કર્યા છે. તેમાંથી અંગ્રેજીમાં ઓ હેત્રીનો પુત્રીને પિતાનો પત્ર’ અને જર્મન બાળવાર્તાનો અનુવાદ જિન સદેશમાં જોવા મળે છે. તેમણે ધાર્મિક શિક્ષણ પણ મેળવ્યું હતું. પંદર વર્ષની ઉમરે દીક્ષા અંગીકાર કરી હતી ત્રણ માસના પર્યાય બાદ છોડી દીધી હતી. ધાર્મિક અભ્યાસ ઘણો સુંદર હતો તેથી – “આવશ્યક શબ્દનો અર્થરંગોળી' નામનો લેખ તેમણે જિનસંદેશ'ના પ્રતિક્રમણ વિશેષાંક, વર્ષ-૧૪, અંક-૭,૮, તા. ૨૨-૮-૧૯૮૪માં પ્રગટ થયો હતો. આવશ્યક'નો અર્થ કરતાં તેઓ લખે છે કે, 'જે સાધના કર્યા સિવાય ચાલે જ નહીં, એવી કરવા યોગ્ય સાધના અવશ્ય કરવી તેનું નામ છે આવશ્યક.” “સાધક માટે આવશ્યક શબ્દ તેની સાધનાનો સંજીવની મંત્ર છે.' ભાષ્યકાર શ્રી જિનભદ્રગણી અને માલધારી શ્રી હેમચંદ્રાચાર્યે આવશ્યક શબ્દની વિવિધ વ્યાખ્યાઓ આપી છે તેને અહીં તેમણે આવશ્યક શબ્દની અર્થરંગોળી રૂપે પાંચ અર્થોમાં રજૂ કરી છે. તદ્ધપરાંત અનુયોગદ્વાર સૂત્રમાં આવશ્યક શબ્દના પર્યાયવાચી શબ્દ બતાવ્યા છે. આવશ્યક પદ્ધવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ. આમ આઠ સમાનાર્થી શબ્દોની વ્યાખ્યા આપી છે. આવશ્યકતા છ પ્રકાર છે : (૧) સાવદ્યયોગ વિરતિ (૨) ઉત્કલન (૩) ગુણવત્કૃતિપત્તિ (૪) અલિત નિંદના (૫) વ્રણ ચિકિત્સા અને (૬) ગુણધારણા. (૨૧૨

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236