Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 191
________________ જૈન પત્રકારત્વ જીવનસંદેશ' સંપાદક : ત્રિભુવન વીરજી હેમાણી, ૧૯૬૦,પૃ. ૧૯). સમાજસેવા કરધાની ધૂન વાડીલાલના મન પર એવી સવાર હતી કે પત્રોની કામગીરી સંભાળવા દિવસના અઢાર કલાક, પોતાના શરીર પર જુલમ કરીને પણ તેઓ કાર્યરત રહેતા હતા, પરંતુ સમાજ તરફથી થતા અનાદરની ઘટનાઓ વારંવાર બનતાં ૧૯૦૬માં શરૂ કરેલા ‘જૈન સમાચાર’ને ૧૯૧૨માં ‘સાધુમાર્ગી’ જૈન સંઘને છેલ્લી સલામ' લેખ લખી બંધ કરી દીધું અને ‘જૈન હિતેચ્છુ' પત્રને પિતા મોતીલાલને સોંપી તેઓ મુંબઈ જતા રહ્યા. માંડ સાત-આઠ મહિના મુંબઈમાં રહ્યા ત્યાં તા. ૧લી ઑગસ્ટ ૧૯૧૩ના રોજ પિતાનો સ્વર્ગવાસ થયો અને ફરીથી ‘જૈન હિતેચ્છુ’નું કામ સંભાળી લેવાની જરૂરિયાત ઊભી થઈ. ૧૯૧૫થી ‘જૈન હિતેચ્છુ’એ ટપાલખર્ચ સહિતના વાર્ષિક લવાજમ આઠ આનાવાળા ત્રિમાસિકનું સ્વરૂપ ધારણ કર્યું અને નિયમિત રીતે અનિયમિત પત્ર તરીકે પ્રગટ થતું રહ્યું. ૧૯૧૬માં નિરાશામાં ડૂબેલા વાડીલાલના હથમાં જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું ‘બિયોન્ડ ગુડ ઍન્ડ ઈવિલ' (Beyond good and Evil) પુસ્તક આવ્યું, એકચિત્તે વંચાઈ ગયું અને એને કારણે એમનો જીવન વિશેનો અભિગમ બદલાઈ ગયો. એમણે નિત્શેનાં બધાં પુસ્તકો મગાવીને વાંચી લીધાં અને એમનો કલેશ, તાલાવેલીમાં પરિણમ્યો. નિત્શેનો 'Superman' એ જ વાડીરલાલનો ‘મહા-વીર’ અને મહર્ષિ અરવિંદ ઘોષનો ‘આર્ય’. નિત્શેનું 'Thus Spake Zarathustra' વાંચ્યા બાદ વાડીલાલે ‘મહાવીર કહેતા હતા’ લખ્યું અને ‘જૈન હિતેચ્છુ’ના ૧૯૧૫ના અંકમાં પ્રકાશિત કર્યું તો નિત્શેના 'The Gospel of Superman'ના મનનપૂર્વકના અભ્યાસ બાદ ‘મહાવીર-સુપરમૅન' શીર્ષકવાળો વિસ્તૃત નિબંધ લખ્યો જે ૧૯૨૭માં પ્રસિદ્ધ કર્યો. ૧૯૨૧ના જૂનના અંકમાં ‘મહાવીર કહેતા હવા’, ‘અસહકાર’ અને ‘મૃત્યુના મ્હોમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું' શીર્ષક નવલકથા આપી એમણે કલમબ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કર્યું અને ‘જૈન હિતેચ્છુ’ને હંમેશને માટે બંધ કર્યું. આશરે ૫૦૦૦ જેટલા ગ્રાહકોમાંથી માત્ર ૫૦૦ ગ્રાહકોએ જ છેલ્લાં ત્રણ વર્ષનું ચઢી ગયેલું લવાજમ ભરપાઈ કર્યું હતું અને વાડીલાલ મોટી આર્થિક કટોકરી અનુભવતા હતા. એમને લાગતું હતું કે ‘કાં તો ૧૮૬

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236