Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 192
________________ જ જ જૈન પત્રકાર પરિષદ સમાજ મારે માટે લાયક નથી અથવા હું એને માટે લાયક નથી.' વાત સાચી હતી કે એમના વિચારોને અને મંતવ્યોને તત્કાલીન સમાજ સમજી શક્યો નહિ, જીરવી શક્યો નહિ અને પચાવી શક્યો નહિ. કુસાધુઓ સામેના વિરોધને કારણે વાડીલાલને માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં હતાં. ૧૯૧૯ પછી જૈન ઉપાશ્રયોના પુસ્તકાલયોમાં સંગ્રહાયેલું એમનું સાહિત્ય, ઝડપથી અદશ્ય થવા માંડ્યું હતું તો સામયિક પત્રોના અંકો પણ નાશ પામ્યા હતા પરંતુ એટલું જરૂર નોંધવું પડે કે ચોક્કસ સંપૂર્ણ માહિતી અને પુરાવા વગર એમણે ક્યારેય કોઈનો વિરોધ કર્યો નહોતો. જૈન હિતેચ્છુ” પત્ર બંધ કર્યા બાદ એમણે '' શીર્ષથી માસિક શરૂ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. એ અંગે એમણે લખ્યું છે કે, કોઈના હિતેચ્છુ કે શત્રુ તરીકે કાંઈ હું હયાતી ધરાવતો નથી કે લખતો નથી. લખવું એ મારે માટે ધંધો પણ નથી, પરોપકાર” પણ નથી, કીર્તિની સુધાનો અવાજ પણ નથી. મારા હું-નું જીવવું” એ ક્રિયા માગે છે. એ મારી ગરજ છે. મારા અતિ ત્રાસદાયક અનુભવોને દાબી દઈ આનંદ અનુભવવાની મારી ગરજનો એ કેકારવ છે. “જૈન હિતેચ્છુ દ્વારા પણ એ જ કામ થતું પણ એ નામમાંના જૈન” શબ્દને સમાન્યગણ પહેલી નજરે એક ફિરકાના અર્થમાં સમજે છે તેથી આ પત્રને એક કોમી પત્ર માની લેવા પ્રેરાય એ સ્વાભાવિક છે તેથી નામરૂપ બદલી નવે નામે “હું” એ નામથી.. એક વર્ષ સુધી જ અખતરો અજમાવવાનો છે.' (સ્વ.શ્રી ત્રિભુવન વીરજી હેમાણી પાસેથી વા. મો. શાહની અંગત નોંધોમાંથી) પરંતુ હું સામયિકનો એક પણ અંક પ્રગટ કર્યો નહોતો. વાડીલાલ દઢપણે માનતા કે એમનાં લખાણોને ચાવવા માટે પોતીકા અને મજબૂત દાંત જોઈશે, ભાડૂતી દાંત કે બોખાં જડબાં નહિ ચાલે, અને એ કારણે જ એ સમયનો જૈન સમાજ એમના જૈન શબ્દ અને જૈન ધર્મની એમની ઉમદાઉદાર વિભાવનાને સમજી શક્યો નહિ. જૈન હિતેચ્છું', 'જૈન સમાચાર', 'જૈન દીક્ષા', ઉપરાંત અનેક લેખો જેવા કે જૈન બનવાથી ઊભી થતી મુશ્કેલીઓ, જૈન શાસનનું વિશાળ કર્તવ્ય', જૈન વૃત્તિ – spirit of Jainism', 'જૈન અને - જૈનેતર જગત’, ‘જૈન પ્રજાનો મૃત્યુઘંટ - એ અવાજના મૂળની તપાસ', હજી ૧૮૭

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236