Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 207
________________ જપા જૈન પત્રકારત્વ અજાજ પત્રકાર : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા જીવનયાત્રા : ઈ.સ. ૧૮૯૭ - ૧૯૭૧) - પ્રા. ડૉ. કોકિલા એચ. શાહ જેન ધર્મના અભ્યાસુ ડૉ. કોકિલાબહેને જુનજુનવાલા કૉલેજ, ઘાટકોપરમાં સેવા આપેલ. હાલ તેઓ સોમૈયા કૉલેજના જેનોલોજી ડિપા.માં કાર્યરત છે. સ્વ. પરમાનંદભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે વર્ષો સુધી સૂત્રધાર રહ્યા હતા. 'પ્રબુદ્ધજીવન'ના તંત્રી તરીકે એમણે વર્ષો સુધી યુવક સંઘની, સમાજની અને રાષ્ટ્રની અમૂલ્ય સેવા બજાવી છે. ' પરમાનંદભાઈ ‘પ્રબુદ્ધપુરુષમાં હતા. તેમનો અભ્યાસ બી.એ., એલએલ.બી. જીવનભર શુદ્ધના આગ્રહકાજે લોકવિરોધનો સામનો કરનાર એ મહાનુભવ તે પરમાનંદ કાપડિયા. લોકવિરોધનો સામનો કરીને પણ શુદ્ધને વળગી રહેવાનું તેમનું વલણ રહ્યું હતું. એમનો જન્મ ઈ.સ. ૧૮૯૩ની ૧૮મી જૂને સૌરાષ્ટ્રના રાણપુર ગામે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં થયેલો. એમના પિતાશ્રી કુંવરજી આણંદજી ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક હતા. સમસ્ત જૈન સમાજમાં એમની બોલબાલા હતી. જૈન તત્ત્વજ્ઞાનના નિષ્ણાતનો જીવનવ્યવહાર પવિત્ર અને ધર્મનિષ્ઠ હતો. સાધુ-સાધ્વીઓ એમની પાસે ધર્મનું જ્ઞાન લેવા આવતાં. ટુંબવ્યવસાય કાપડનો એટલે કાપડિયા તરીકે ઓળખાતા. તેમની સાધના ધર્મ અને વિદ્યાભ્યાસની જ હતી. આવા સંસારસંપન્ન શીલવંત વાતાવરણમાં પરમાનંદભાઈ ઉછર્યા. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એવા તેમનામાં વિદ્યા-ઉપાસનાની સાથેસાથે નેતાગીરીનો પણ ગુણ વિકસ્યો. આવા પ્રતિભાસંપન્ન તેઓ પ્રવાસશોખીન અને પ્રકૃતિપ્રેમી પણ હતા. ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઈ.સ. ૧૯૦૯લ્માં ઉચ્ચ અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા. એલફિન્સ્ટન અને સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૧૩માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ મોતીચંદ કાપડિયાને ત્યાં રહી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી ૧૯૧૬માં. ૨૦૨

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236