Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 208
________________ કાકા પત્રકારત્વ જ ણાય ત્યાર બાદ સોલિસિટર મોતીચંદની પેઢીમાં કામગીરી સ્વીકારી લીધ. દસેક માસ તેમણે આ કામ તો કર્યું પરંતુ શુદ્ધતાના આગ્રહી સ્વભાવે એમને વકાલતના વ્યવસાયમાં લાંબુ ટકવા દીધા નહીં. - હવે એમની નજર વ્યાપાર ક્ષેત્રમાં ફરી અને જરીના ધંધામાં ઝંપલાવ્યું. “સાહસ વિના સિદ્ધિ નથી” એમ તે માનતા, પરંતુ અહીં સાહસે યારી આપી નહીં. ધંધામાં ખોટ આવી પણ તેમની શુદ્ધતામાં ઓટ નહીં આવી. પિતકમાઈનો પૈસો એમાં ડૂબ્યો તેને પરિણામે તેમણે પિતાની મિલકતનો ઠીક-ઠીક ભાગ જતો કર્યો. આ છે એમની ન્યાયપ્રિયતા અને સચ્ચાઈનું ઉમદા ઉદાહરણ. પછી ઘણાં વર્ષો બાદ ઝવેરાતનો ધંધો પ્રામાણિકપણે ચલાવ્યો. ઈ.સ. ૧૯૪૧માં તેઓ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનના ઉપ-પ્રમુખ પણ વરાયા. ઝવેરાતની વચ્ચે પણ મુખ્યત્વે તો માનવહૃદયની અમીરતાના જ એ ઝવેરી રહ્યા. કુટું બજીવન આઠ વર્ષની વયે વઢવાણનાં વિજયાબહેન સાથે વેવિશાળ થયું. ઈ.સ. ૧૯૧૧માં અઢાર વર્ષની વયે તેઓ લગ્નગ્રંથિથી જોડાય. એ જમાનામાં વિરલ, તેવો પત્રવ્યવહાર તેમની વચ્ચે ચાલેલો. આ છે સમાજ અને સમયથી એક ડગલું આગળ ચાલવાની અને પ્રગતિશીલ મનોવૃત્તિનું ઘોતક. લગ્ન પછી અભ્યાસ અને વ્યવસાય અર્થે મુંબઈમાં વસ્યા. લગ્નજીવનનો શરૂઆતનો દાયકો પત્નીએ ભાવનગરમાં પસાર કર્યો અને તેમને જ્ઞાનપ્રદાન માટે સંસ્કૃત શીખવવા શાસ્ત્રીની પણ ગોઠવણ કરી. સ્ત્રીશક્તિના ઉત્કર્ષનું આ છે ઉદાહરણ અને તેમને ત્યાં સાત પુત્રીઓ, જન્મી તેમને તેઓએ પુત્રતુલ્ય જ ગણી. વળી ઉચ્ચ અભ્યાસ કરાવી પ્રોત્સાહિત કરી. તેઓ એક વત્સલ પિતા અને પ્રેમાળ પતિ હતા. લેખન પ્રવૃત્તિ અને સુધારક વૃત્તિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના પરંપરાગત અને આજના યુગને અસંગત એવા રીતરસમો સામે એમણે લખાણોમાં અને ભાષણોમાં વિરોધ વ્યક્ત - પિતાશ્રી કુંવરજીના તંત્રીપણા નીચે ચાલતા જૈન ધર્મપ્રકાશમાં આધુનિક ૨૦૩

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236