________________
જૈન પત્રકારત્વ
૨૪મા અંક (તા. ૨૨-૨-૪૦) પછી સાપ્તાહિક સ્વરૂપે બંધ થયું અને એના આ અંકમાં જાહેરાત આપ્યા પ્રમાણે યુદ્ધને કારણે મોંઘવારી વધતાં તેને ‘માસિક ગ્રંથમાલા’માં ફેરવવામાં આવ્યું. પોસ્ટેજ સાથે ચાર રૂપિયા લવાજમમાં દર માસે એક પુસ્તક એ રીતે ૮૦૦ પાનાંનું ચિત્ર વાંચન વાંચકોને આપવામાં આવશે એમ જણાવીને આ દસ પુસ્તકોનાં નામ આ રીતે આપેલ છે : ૧. ‘ગરવી ગુજરાત’ (જયભિખ્ખુ દ્વારા ઐતિહાસિક રીતે તૈયાર થયેલ ગૂર્જર બાલગ્રંથાવલિ), ૨. ગુજરાતના સંસ્કારસ્વામીઓ, ૩. ગુજરાતનું શિલ્પ સ્થાપત્ય, ૪. ગુજરાતના કવિઓ ને સાક્ષરો, ૫. ગુજરાતનો વનવગડો - પ્રાણીજીવન, ૬. ગુજરાતનાં કેળવણીધામ, ૭. ગુજરાતનાં સ્રીરત્નો, ૮. ગુજરાતનું પંખીજીવન, ૯. ગુજરાતની શૌર્યકથાઓ અને ૧૦. ગુજરાતનાં તીર્થધામ.
‘વિદ્યાર્થીના આ સંપાદનની ઉપરની વિગતો જોતાં સહેજે ખ્યાલ આવે છે કે આનાં સાત વર્ષ પછી ઈ.સ. ૧૯૪૭માં ‘જૈન’ સાપ્તાહિકમાં કામ કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમની અને જયભિખ્ખુની દષ્ટિ કેટલી વિશાળ હતી. શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, જીવનચરિત્ર, ચર્ચાપત્ર જેવી વિકાસ્પ્રેરક બાબતોને અહીં ચોક્કસ સ્થાન અપાયેલું દષ્ટિગોચર થાય છે. (૨)
૧૩ વર્ષ પછી જેનું સંપાદન કાર્ય કર્યું તેવા 'જૈન સત્યપ્રકાશ'ના અંકો જોઈએ તો આ વિગતોમાં ચોક્કસ ઉમેરો થઈ શકે.
‘જૈન’માં રતિભાઈના લેખોને લગતાં પત્ર પુસ્તકો ‘જૈન’ સાપ્તાહિકમાં તંત્રીલેખ, સામયિક સ્ફૂરણ, મણકો વગેરે વિભાગો તેઓ લખતા. તેમની કલમનો ચાહકવર્ગ તે સમયે પણ હતો અને પછી પણ તેમને ઘણાં યાદ કરતા. ઑગસ્ટ ૧૯૮૪માં અમદાવાદ ખાતે પાંજરાપોળના ઉપાશ્રયમાં તેઓનું સન્માન થયું ત્યારે તેમના ‘જૈન’ના લેખોને પ્રકાશિત કરવાની વાત થઈ ત્યારે તેમણે તરત તે જ ક્ષણે મંચ ઉપરથી જાહેર કરેલું કે, “આ લેખો પ્રકાશિત કરતા નહીં, તે તો રોટલા માટે (આવક માટે) લખાયેલ હતા.' પરંતુ સમય જતાં તેમના પરિવારના જ અંગભૂત બની ગયેલ ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય' અને ‘જૈન’ના સહકારથી તેમના આ બત્રીસ વર્ષના લેખોના વિશાળ જથ્થામાંથી પસંદગી કરીને તેમના લેખોનું સંપાદન કરવાનું કામ તેમના પુત્ર શ્રી નીતિનભાઈએ
૧૪૪