Book Title: Jain Patrakaratva
Author(s): Gunvant Barvalia
Publisher: Veer Tattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 178
________________ જૈન પત્રકારત્વ આમતેમ હશે. એમનું વિદ્યાર્થીજીવન અસાધારણ ઉજ્જવળ હતું અને મેટ્રિકથી બી.એ. સુધી અને તે પછી એલએલ.બી. અને સૉલિસિટરની પરીક્ષાઓમાં પહેલે નંબરે આવતા. વચમાં ઘણાં ઘણાં ઈનામો, સ્કૉલરશિપો અને ગોલ્ડ મેડલ્સ મેળવ્યા એ બધામાં હું જેને શિરમોર ગણું છે તે ફિલસૂફીનો વિષય લઈ બી.એ.માં કુળપતિનો સુવર્ણચંદ્રક મેળવ્યો. એમના જીવનમાં જે ફિલસૂફી લઈને બી.એ. થયા હતા તે ભારોભાર ભરી હતી. અનેક સંસ્થાઓના રાહબર સંચાલક હતા. ‘જન્મભૂમિ' જૂથના માલિક, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ઘણાં વર્ષો સુધી ચૅરમૅન રહ્યા. એ સંસ્થાઓના ઘડતરમાં જે ફાળો આપ્યો તેનો હું સાક્ષી છું. ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી તરીકે સ્થાન એમણે શોભાવ્યું અને ‘પ્રબુદ્ધજીવન’ની આબરૂ ઘણી ઊંચે લાવ્યા. મુંબઈ જૈન યુવકસંઘના એ મુખપત્રમાં તેઓ અગ્રલેખ લખતા. એમના અગ્રલેખ સિવાયનું ‘પ્રબુદ્ધજીવન’ એટલું જ ઊભું જ રહેશે. મોટા ‘સી. સી.’ : ચંદ્રવદન ચી. મહેતા ૧૯૨૦-૧૯૨૫ના વીશીમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં આવે. ભણવામાં બે “સી.સી.’સહ ચીમનભાઈ શાહ મોટા “સીસી’’માં ઓળખાય. સદ્ગત ચીમનભાઈ શાહનો વિષય તદ્દન જુદો. પ્રોફેસર ડચાન્ડાડેના વિદ્યાર્થી. પ્રો. ડયાન્ડાડે અમને લૉજીક શીખવે, પણ ઊંચા વર્ગોમાં એ ફિલોસોફી શીખવે અને એ વિષયમાં પ્રો. ડચાન્ડાડેના પટ્ટશિષ્ય, એમની સાથે બરોબરની ટક્કર ઝીલે. એ ટક્કરો ઝીલતા પ્રોફેસરોના ચારે હાથે આશીર્વાદ મેળવતા રહે એવા શિષ્ય તે ચીમનભાઈ શાહ. તર્કશાસ્ત્ર અને ફિલોસોફીની ઝીણામાં ઝીણી વિવેચના, પૃથ્થકરણના કીમિયા, તડજોડની ચાવીઓ એવા બધામાં ચીમનભાઈ મોખરે,, વાદ-વિવાદની સૌકોઈ સભામાં એમનો ડંકો વાગે. ‘ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર' નામની સંસ્થા દેશના ભયંકર ઉપદ્રવો વખતે સમાજને મદદ કરવા માટે ઊભી થયેલ. તેના હસ્તક લાખોનાં અનાજ તથા કપડાંની સહાય થયા જ કરે છે, તેમાં તેમણે સારો ભાગ ભજવ્યો હતો. તેમની આંતરડાની બીમારીથી હતાશ થયા પછી તેમને લાગ્યું કે હવે આમાંથી સાજા થવું મુશ્કેલ છે. ત્યારે વિશેષ અંતર્મુખ થયા. જૈન દષ્ટિએ સંથારો ૧૭૩

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236