________________
જવાબ જૈન પત્રકારત્વ જજ જાય રવિવારથી જ શું લખી મોકલવું, એની ચિંતા ઘેરી વળતી; અને જ્યારે લખાણ પૂરું કરીને ટપાલમાં નાખું ત્યારે જાણે ચિંતાને ટપાલ-પેટીમાં પૂરી દીધી હોય એવી હળવાશ હું અનુભવતો! પણ આ હળવાશ ઝાઝું ટકતી નહિ – અને વળી શનિરવિવારથી આગલા અઠવાડિયા માટેના લખાણની ચિંતા બેચેન બનાવી મૂકતી, પણ હવે લીધું કામ પડતું મુકાય એવી સ્થિતિ ન હતી; વળી આમાં બે પૈસાની પ્રાપ્તિ પણ થતી હતી, કે જે ઘરવ્યવહારમાં ઉપયોગી બની રહેતી હતી.
“. આ જવાબદારીથી છૂટો થાઉં છું ત્યારે, મને એ વાતનો કંઈક સંતોષ અને આનંદ થાય છે, કે હું જૈનને લખાણ મોકલવામાં નિયમિતતા અને મારી સામાન્ય સમજણ મુજબની ગુણવત્તાને સાચવી શક્યો છું. આમાં નિયમિતતા સાચવી શક્યાનો પુરાવો તો એ જ છે, કે એકત્રીસ -બત્રીસ વર્ષના ગાળામાં, ફક્ત એક અંકને બાદ કરતાં, મારું લખાણ જૈનને હું સમયસર મોકલી શક્યો છું ભલે પછી હું પંજાબ ગયો હોઉં, કલકત્તા ગયો હોઉં કે પછી બીજા કોઈ પ્રવાસ કે કામમાં અટવાયો હોઉં અથવા બીમાર થયો હોઉં. મારા લખાણમાં હું ગુણવત્તા કેટલી સાચવી શક્યો છું એ અંગે હું કંઈ કહું એ કેવળ અનુચિત જ ગણાય. એ અંગેનો અભિપ્રાય ઉચ્ચારવાનો અધિકાર તો “જૈન'ના વાચકોનો તેમ જ જૈન સમાજ અને સંઘનો જ છે. “જૈનને લખાણ મોકલવામાં હું નિયમિતતા સાચવી શક્યો એને હું બહુ જ વિનમ્રભાવે, કેવળ પરમકૃપાળુ પરમાત્માનો અનુગ્રહ જ લેખું છું.
.. જૈન” પત્ર સાથે, એનાં સંપાદકીય લખાણોના એક અદના લેખકના નાતે, એકધારા, એકત્રીસ-બત્રીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી સ્નેહ-સંબંધ ટકી રહ્યો એનો પૂરેપૂરો યશ પત્રના તંત્રી અને મારા મોટા ભાઈ જેવા મહાનુભાવ શ્રીયુત ગુલાબચંદ દેવચંદ શેઠની સરળતા, સજ્જનતા અને નિખાસલતાને જ ઘટે છે. આવા સૌજન્યશીલ અને સહદય પત્રકાર બહુ જ વિરલ જોવા મળે છે. આટલા લાંબા સમય દરમિયાન એક પણ પ્રસંગ એવો નથી બન્યો, જ્યારે એમણે મારાં લખાણમાં કંઈ પણ આદું-પાછું કર્યું હોય અને એને લીધે કે બીજા કોઈ કારણે, અમારા વચ્ચે મતભેદ કે મનદુઃખનો પ્રસંગ આવ્યો હોય! આને હું મારું સદ્ભાગ્ય લેખું છું.
૧૫૪