Book Title: Jain Paramparano Itihas Vol 4 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 7
________________ મુનિ જ્ઞાનવિજયને સં૦ ૨૦૧૧ થી ડાયાબીટીસ (Diabetes) મધુપ્રમેહ શરૂ થયો. મુનિ દર્શનવિજયને સં. ર૦૧પના માગશર વદિ ૪ થી લો બ્લડપ્રેશર (Low Blood-Pressure)–રક્તગતિમાંદ્યને રોગ શરૂ થયે, જેની વધુ અસર થાય તો લકવો (Pralysis) લાગુ પડે. આ કપરા સંયોગમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતો. પરંતુ ગુરુદેવની કૃપાથી સહકારી નિમિત્તો આવીમળ્યાં, તે આ પ્રમાણે– અમે બંને તો એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે જેનું સ્વારથ્ય સારું હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું. ૧. ડૉ. નાનાલાલ ભાઈલાલ–તેમની તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવી સાધુપદની ભક્તિ છે. તેમણે અમારા સ્વાધ્યના સુધારા માટે ઘણી કાળજી રાખી છે. તેમના તરફથી અમને બલવા, લખવા, વાંચવાની સાફ મનાઈ હતી, પણ સાથોસાથ તેમણે એટલી છૂટ આપી હતી કે આપની ખાસ ભાવને છે તો ધીમે ધીમે ઈતિહાસનું કામ કરતા રહો, સાવધાન પણ રહેવું. જરાક ખટકો દેખાય કે આરામ લે અને મને તરત ખબર આપવી. તેમની આ કીમતી સમ્મતિથી આ ગ્રંથના કામનો પ્રારંભ થયો. ૨. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ–સાધારણ રીતે મોટાં શહેરોમાં જૈન સમાજમાં સંધના જ્ઞાનદ્રવ્યને મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 476