________________
૪૫૮
જૈનહિતેચ્છુ.
એટલું જ નહિ પણ ખરા સ્વયંસેવકમાં ક્યાં તો હોવાં જરૂરનાં છે તે પણ બતાવ્યું છે. શું વેતામ્બર મૂર્તિપૂજક, શું વેતામ્બર સ્થાનકવાસી કે શું દિગમ્બર, ઝણે સંપ્રદાય માટે આ આષધિ એકસરખી અને અનિવાર્ય આવશ્યકતાવાળી છે, “ આવા. સવાજ સેવક અર્ધો ડઝન પણ જે આપણે મેળવી શકીએ. તો મને વિશ્વાસ છે કે જન જગતનું કલ્યાણ કરવામાં દસ વર્ષથી વધારે વખત ભાગ્યે જ લાગે; કારણ કે, ધનનું સાધન આપણું સમાજમાં સદ્દભાગ્યે પુરતું છે, દયાની લાગણી પણ બીજી કામોના મુકાબલે પ્રબલ છે, સામાન્ય અક્કલ (Common Sense ). માં પણ આપણે ઉતરતા નથી, માત્ર આપણામાંના દરેક વિશ્વાસપાત્ર બની દરેકની શક્તિઓનું કેન્દ્રસ્થાન કૅન્ફરન્સ બને એવી જાતની અને પદ્ધતિસરની મહેનત લેનારા સ્વયંસેવક અથવા આગેવાની જ ખામી છે, કે જેઓ હજારે મોતીને સાંકળનાર દેરી તરીકે ઉપયોગી થઈ પડે.”
આ પ્રમાણે પ્રમુખ મહાશયે જૈન સમાજની મોટામાં મોટી તંગી તરફ પ્રથમ લક્ષ ખેંચ્યું છે. અને અત્રે ઉમેરવું જોઇએ છે કે, તે તંગી હાનાસૂના પ્રમાણમાં નહિ પણ સો ટકા જેટલી છે. પોતાનો સઘળે વખત, સઘળી શક્તિઓ અને સઘળું હૃદય સમાજસેવા, પાછળ આપીને પ્રમાણિકતાથી એ ક મ પાછળ લાગી રહેલી એવી એક પણ વ્યક્તિ હાલ નજરે પડતી નથી. અનુભવ, ઈછાબલ અને પ્રમાણિકતા સાથે સેવાભાવ ધરાવનારી એક પણ વ્યક્તિ જે કેમમાં ન હોય તે કામ કઈ દિવસે પ્રગતિ કરી શકે નહિ. આપણું દળ હમણાંના રૂસિયાના નાયક વગરના દળ જેવું છિન્નભિન્ન અને એક બીજેનાં ગળાં કાપવામાં મસ્ત છે અને એ મસ્તીને તેઓ પ્રગતિ કે સેવા માની ફુલાયા કરે છે ! કેાઈ ધંધા કે નોકરીના સ્વાર્થથી તો કાઈ ખોટી હોટાઈના લેભથી થોડું કરે છે; પણ તે થે શુભાશયવાળું નથી હોતું, અગર તેવું હોય છે તો ઇચછાબળના તત્વથી બનશીબ હોય છે. શ્વેતામ્બર-દિગમ્બરના શિખરજી સંબંધી ઝગડાના સમાધાન બાબતમાં કલકત્તા કૅન્ફરન્સ વખતે થયેલી હીલચાલ પ્રસંગે આ સત્યના પ્રત્યક્ષ પુરા જોવામાં આવ્યો હતે.
આમ હાઈ, પ્રમુખ મહાશયે વાનપ્રસ્થાશ્રમ ઉપર મૂકેલે ભાર તદન ઉચીત છે. ત્યાર પછી તેઓ “ કામની શરૂઆત કયાંથી થવી