________________
જૈન પત્ર અને પત્રકારો.
તે ટુટી જવાને ભય નહતો, તેમજ જે ધારે તે અટચાળા વાંદરાઓના હાડકાં ને પાંસળાં પણ છુટા થાય તે ઉત્તર આપવાની શક્તિ અને સગવડ ધરાવતો એક લેખક હતા તેમજ જે આરોપ મૂકવામાં આવ્યા હતા તે એ હતો કે તેથી બુદ્ધિમાને તો ઉલટા એવો વિચાર કરે કે વિદ્યાર્થીઓ નિંદા કરે છે તે છતાં સંસ્થાના સ્થાપક તે હેમને માટે આટલો મરી પડે છે, એ તો એને માટે ઉલટું વધારે માન ઉપજાવનારી બીના છેઆ બધાં કારણોને લઈને મને એવા પત્રકારોની દરકાર કરવા જેવું રહેતું નથી; પરન્તુ બીજાઓની શી વલે ? જેઓ જવાબ આપવાની ફુરસદ કે શક્તિ કે સાધન ધરાવતા ન હોય એવા શ્રીમંતને પરમાર્થબુદ્ધિથી સંસ્થાઓ સ્થાપવા છતાં આવી હડહડતી ટ્રી નિંદાઓ થતી જઈને સંરથા બંધ કરવાનો કે હેમાં રસ લેવાનું બંધ કરવાનો કે હવે પછી બીજું કઈ પરમાર્થનું કામ ન લેવાનો જ વિચાર થાય કે બીજું કાંઈ ? પરંતુ પરમાર્થના કામમાં ગમે તેટલું નુકસાન થાઓ હેની આવા અશુભ આશયથી જ પત્ર કહાડી બેસનારાઓને શી ચિંતા હોય? આવા સંજોગોમાં, સમાજને પત્રકારના ધંધાના હકકે ફરજે નીતિઓ અને મર્યાદાઓનું ભાન કરાવવું એ એકનો એક જ રસ્તો ખુલેલો દેખાય છે, કે જેથી કેરાં પત્રો વાંચવા અને વંચાતાં પત્રોમાંથી પણ કેવી બાબતો પર વિશ્વાસ્ટ મૂકવો એ બાબતનો નિર્ણય કરતાં લોકો પોતે જ શિખે અને કોઈ વિષય, મનુષ્ય કે બનાવ ઉપર તરફેણનો કે વિરૂદ્ધનો મત કે પત્રકાર કે ચર્ચાપત્રીથી દેરવાઈને ન બાંધતાં સ્વતંત્ર રીતે વિચાર બાંધતાં શિખે.
એક પત્રકાર “ અધિપતિની નોંધ” એવા મથાળા તળે સાધુઓના વિહાર વગેરે સમાચારના ફકરા છાપે છે! એક બીજો વળી મુખ્ય લેખ અથવા “લીડર” તરીકે ધર્મનું વ્યાખ્યાન (Sermony છાપે છે ! સમાચાર, શાસ્ત્રોપદેશ, અધિપતિની નેધ અને લીડર વચ્ચેના તફાવતને નહિ હમજનારાં બાળકે પત્રકાર બની “અમે શબ્દથી હારે જૈત કોમને લાબેચોડે ઉપદેશ આપવા લાગી જાય છે તે હારે હારી નજર આગળ કેટલીક હિંદી ફાતિઓમાં વારંવાર બનતો એક સામાન્ય દૃશ્ય તરી આવે છે; તે એ કે, બાળલગ્નની પ્રથાવાળી કેટલીક જ્ઞાતિઓમાં ૮ વર્ષને વર અને ૧૫ વર્ષની કન્યા પણ લગ્નગાંઠથી જોડાય છે અને પછી પેલે નામે. નાચો વર ગંભીર બનેલી પંદર વર્ષ ની પત્નીને લાકડીથી મારવા લાગી પડે છે, અને સ્ત્રી પતિની છોકરમત માટે મનમાં શરમાઇ