Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 282
________________ ૬૩૨ જૈનહિતેચ્છુ. પુરૂષ ગણાય; અને તેવા રાજાના રાજ્યમાં, બ્રિટિશ સરકાર પોતાની પ્રજામાં જે પ્રગતિ ૧૦૦ વર્ષમાં ન કરી શકે તેટલી, માત્ર ૧૫ વર્ષમાં થઈ શકે. આજે ઘણાખરા દેશી રાજાઓ “નોકરી ને કેટલા વફાદાર છે તે “ પરિણામ ” ઉપરથી જોવા જઈશું તે જણાશે કે, વ્યાપાર માટે તેમજ કેળવણું લેવા માટે દેશી રાજ્યની રયતને ઘણે ભાગે બ્રિટિશ હદમાં જ જવું પડે છે, એટલું જ નહિ પણ સંસારસુધારક પણ દેશી રાજ્યમાં ભાગ્યે જ પિવાય છે. (કારણ કે કેટલાક રાજાઓને ખુશામતીઆઓ, મિત્ર, માનીતાઓ, ગયાઓ, નાટકીઆઓ, ખેલાડીઓ અને કેટલાકને તો “ દલાલો ” ને. પણ પિષવા પડતા હોય છે ! હાં પછી સંસારસુધારાનું કામ જ શું ? ) મિત્રો અને અમલદારો, ઠાઠે અને મોજશેખ, ટાઈટલેની. અને વાહવાહની ભૂખઃ આ સર્વ પાછળ થતા દ્રવ્ય અને સમયને ભોગ બંધ કરવામાં ન આવે ત્યહાં સુધી ગમે તેવો કેળવાયેલો છે. ભલો રાજા પણ પ્રજાને ઉદ્ધાર કરી શકવાને નથી જ. હિંદનું એક પણ દેશી રાજ્ય, આજની દુનિયાની પ્રગતિના ધોરણથી જોઈએ તો, દમવાનું કે પ્રગતિવાળું નથી. આશ્ચર્યની વાત છે કે સ્વરાજ્યની ગર્જનાના જમાનામાં પણ દેશી રાજ્યમાં બે તત્ત્વોની પુરેપુરી ખામી જેવામાં આવે છેઃ (૧) રાજાઓને લખલૂટ મુજબૂલ ખર્ચાનું અને રાજ્યની ખરી સ્થિતિનું ભાન કરાવવાની હિમત ધરે એવો કોઈ પણ ધર્મનો ધર્મગુરુ કે નગરશેઠ આજે જોવામાં આવતો નથી; (૨) જે રાજ્યમાંથી કેટલાક માણસો ભણીને બીજાં રાજ્યોમાં દીવાન કે જજ કે બ્રેટ કે વકીલ બન્યા છે તેવાં રાજ્યમાં પણ કોઈ એવો સ્વદેશપ્રેમી ન નીકળ્યો કે જે બીજા રાજ્યની નોકરી કરવાને બદલે માત્ર રોટલા સાટે પિતાના રાજ્યને સુધારવાના આશયથી પિતાની નોકરી રાજ્યને આપે. હાં સુધી આવી જાતને સ્વદેશપ્રેમ કેળવાયેલા. હિંદીઓમાં જાગ્રત થયા નથી અને હાં સુધી આવી જાતની આ મિક નિડરતા હિંદી ધર્મગુરૂઓમાં જાગ્રત થઈ નથી ત્યહાં સુધી બ્રિટિશ સરકારના હાથે તો શું પણ દેશી રાજાઓને હાથે પણ પ્રજનો ઉદ્ધાર થતો જોવાની આશા ભાગ્યે જ રાખી શકાશે. પ્રાચિન. હિદ અને પ્રાચિન ચિસ એ બન્નેનાં ખાસ લક્ષણ નિડરતા અને આત્મભેગ એ જ હતાં; અને એ ખાસ લક્ષણે વગર કઈ દેશ. તરવાની આશા રાખવાને હકદાર ન હોઈ શકે.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306