Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 292
________________ * * * *નહિતર.": ". તે પછી નાહક શા માટે લેકેને મરવા દો છો ? “સાક્ષર–શિરેમણિ મહાન જ્યચંદ્ર મહારાજ સાહેબ” ની હયાતીમાં અને એમની અપરાજીતા (કે અપરાધતા ) મહાવિધા કાયમ છતાં શા માટે લા ઓ હિંદીઓએ અને હજારે જૈનોએ પ્લેગથી મરવું જોઈએ ? એક સાધુ માત્ર બે પેસાના કહરનું ખર્ચ ( અને તે પણ શ્રાવોના હિસાબે અને જોખમે ) કરવાથી અને એક પત્રકાર માત્ર એક કલમના બે ગદાથી સેંકડો ભોળા લોકોને પુના સુધી દોડાવશે, જાહેરમાં ન મૂકી શકાય એવાં કંઈ કંઈ ખર્ચે લેકે કરી બેસશે અને ખુવારી સાથે મિથ્યાત્વને પિટલો બાંધશે. ગયું કાંઈ છાપાવાળાનું કે સાધુનું? એક સ્થાનકવાસી મુનિ પ્રસન્નચંદ્ર પણ એવા જ ચમત્કારી છે! પોતાના નામની આગળ તેમજ પાછળ જૈનાચાર્ય, પંડિત, પ્રભાકર આદિ અનેક પૂંછડાં લગાવી તેઓ લોકોને પિતા તરફ ખેંચી શકે છે અને ધન કમાવવાની ચમત્કારી સહાય કરી શકે છે ! જખમદારીના ભાન વગરના પત્રકારે આવાઓને જાહેરાત આપનાર થઈ પડે છે. પૂર્વોનું અને મિથ્યાત્વનું જોર આજે વધ્યું હોય તો તે છાપાંઓ, પુસ્તક અને સીનેમેટોગ્રાફીથી જ વધ્યું છે. મિથ્યાત્વ, વહેમ, ઠગાઈ સર્વ કઈ અનાદિ કાળનાં છેઃ “સોનેરી જમાના માં હેનું અસ્તિત્વ નહોતું એમ કંઈ નથી; પરન્તુ એનો પ્રચાર અને વિજય એ પંખતે આજના જેટલી વરાથી અને બહોળા વિસ્તારમાં થઈ શકતો નહિ. તીર્થોને લગતી મુકદમાબાજીમાં આજકાલ જે તીવ્રતા અને કમાલ જોવામાં આવે છે તે પણ જનસમાજ સમક્ષ એક ભયંકર ભાવના ખડી કરવા બરાબર થાય છે. ઉચ્ચ ભાવનાના સાક્ષાત્કાર " માટે મૂર્તિ સ્થાપવી અને એ જ મુક્તિના નામે કલહની ભાવના ફેલાવવી એ પિતાના લક્ષ્યબિંદુને ખાટું પાડવા જેવું આચરણ છે. અને આશ્ચર્ય તો એ છે કે જેઓ મૃત્તિને ચુસ્તપણે માને છે તેવા છે જ આ કલહની ઉશ્કેરણી કરે છે ! હું નથી કહેતો કે દિગમ્બર કે શ્વેતામ્બર પત્રકારોએ પિતપોતાની કેમને પોતાના હક્ક ગુમાવવાની ને સલાહ આપવી; એટલી ઉચ્ચ ભાવના તે ગાંધી જેવા મહાત્મા જ શખવી શકે, અને ખેડાના ખેડૂત જેવા સરલ જેવો જ શિખી શકે. આપણને તો જન કૂળમાં જન્મ્યા હારથી–બહુ તે અમુક તીર્થની યાત્રા કરવા પગ ઉપાડ્યો હારથી-અને એથીએ આગળ વધીએ તો

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306