Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 280
________________ ९३० નહિછુ. [१३] कोल्हापुर दरबारनो विचित्र विद्याप्रेम ! હમણું હારે હૈસુર રાજ કોલેજનું શિક્ષણ મફત કરી નાખ્યું છે ત્યારે, પુનાનું એક પેપર જણાવે છે કે, કહાપુર દરબાર પ્રાથમિક કેળવણી મફત અને ફરજ્યાત કરવા માટે જોઇતાં નાણ કાજલ પાડવા ખાતર તે રાજ્યના સંસ્થાપક રાજારામના નામ પર ચાલતી કોલેજ કે જે તે રાજ્યની એકની એક કોલેજ છે તે બંધ કરવા ધારે છે. દરબારને માથે એ કૅલેજને અગે વાર્ષિક રૂ.. ૧૦ હજારને ખર્ચ છે. આ સમાચાર ટુંક જ છે, અને તે પણ દેખીતી રીતે એક રાજ્યને લગતે વિષય છે. પરન્તુ વસ્તુતઃ આ સમાચાર સાથે આર્ય સભ્યતા (Indian civilisation) ને પ્રશ્ન સમાયેલું છે અને તેથી જ હું આ ધાર્મિક અને સામાજિક વિષય ર્ચતા પત્રમાં આ બનાવ (event) ઉપર કાંઇક કહેવા મંગું છું. | મુફત અને ફરજ્યાત પ્રાથમિક શિક્ષણની હીમાયતને આજ. કાલ પવન ચાલે છે એટલે કેાપુર દરબારને વાહવાહ મેળવવા ખાતર એ ધોરણ દાખલ કરવું પડે છે, પરંતુ એ વાહવાહની કિંમત પિતે ભરવા ખુશી નથી. મિત તો લેકે જ ભરે, એમ તેઓ ઇચ્છતા જણાય છે. અહીં જ આજના ઘણાખરા રાજાઓની ભાવ.. નામાં રોગ છે. તેઓએ પાશ્ચાત્ય સભ્યતા ( Western civilisation ) જોયા પછી હિંદુરાજાની પર્વની ભાવના તેઓ લગભગ ભૂલી જ ગયા છે. યુરોપની ઉપરાછાપરી મુસાફરીઓમાં, યુરોપી. પરણુઓના સ્વાગતમાં, મહેલ વગેરે શણગારવામાં, લગ્નના ઠાઠ-- માઠમાં, ખુશામતીઓથી ઘેરાયેલા રહી તેઓને બેઠાબેઠા પગારેટ ભર્યા કરવામાં: ઇત્યાદિ કામોમાં મને આજકાલ એટલે હે .. ખર્ચ કરવો પડતો હોય છે અને એટલે કિમતી વખત ગુમાવેશ પડ હોય છે કે, કેળવણી, ખેતી, વ્યાપાર હુન્નર અને સમાજસુધારણાને અંગે અવશ્ય કરવાનાં કામો માટે દ્રવ્યનો તેમજ વખતને ઘણો જ શેડો હિંસે તેઓ ફાજલ પાડી શકે છે. કોઈ ગણ્યાગાંઠયા નરેશોને જ પ્રાચિન આર્ય ભાવનાનું મરણ હશે કે, પ્રજા પાસેથી વેર તરીકે ઉઘરાવેલી રકમ વડે પ્રજાની સર્વ દિશામાં ઉન્નતિ કરવા માટે નીમાયલે વંશપરંપરાને અધિકારી, તે જ “રાજા” છે. થોડો

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306