________________
સમયના પ્રવાહમાં.
૪૬૫
શાસ્ત્ર અને તર્કશાસ્ત્રના અભ્યાસીઓ જ કહી શકશે. જેઓને જૈન શાસ્ત્રનો અનુભવ હશે તેઓ જાણતા હશે કે સાધુઓ કેટલીક બાબતમાં માત્ર “ઉપદેશ” આપી શકે, "આદેશ” ન આપી શકે; પરતુ કલકત્તા જેન કોન્ફરન્સના પ્રમુખે તો આદેશ તેમજ ઉપદેશ-બન્નેથી દૂર રહી માત્ર “ચિત્ર આપ્યું છે, કે જે ચિત્ર જોઇને બુદ્ધિશાળીએ કરવા યોગ્ય કરવા પ્રેરાય. હું કહી ગયો છું અને પ્રમુખે પિતે પિતાના ભાષણમાં સ્વીકાર્યું છે કે, હેમણે એક વ્યાપારીના દષ્ટિબિંદુથી પિતાનું વક્તવ્ય કર્યું છે. હેમની જગાએ એક સંસારસુધારક કે સમાજશાસ્ત્રી જે બોલવા ઉઠે તે તો તે આટલી દાક્ષિણ્યતા ન રાખતાં ખુલ્લી રીતે કહે છે કે અમુક કરો, રે એટલેથી જ ન અટકતાં તે અમુક ઠરાવ પસાર કરવાને પણ આગ્રહ કરતે. પરંતુ એક વ્યાપારી “શાહ” તરફથી આપણે એટલી હદના વર્તનની ભાગ્યે જ આશા કરી શકીએ. હાસ્યાસ્પદ વાત તો એ છે કે, આટલું સાવચેતીભર્યું કથન પ્રમુખે કરવા છતાં હેમની કચ્છી કોમના એક બાળક પત્રકારે પ્રમુખને મળેલા લ ચક અને અસાધારણ માનને તોડી પાડવા જેવા કટાક્ષ કરવામાં આનંદ માન્ય છે ! તે છોકરૂં–જેને નથી સમાજશાસ્ત્રની ગંધ કે નથી તર્કશાસ્ત્રની ગંધ–રે નથી સામાન્ય સભ્યતાને પણ અંશતે કહે છે કે (૧) પ્રમુખનું ભાષણ છે તો ઘણું ઉત્તમ પણ તે બીજા પાસે લખાવ્યું છે અને (૨) લખનારે પ્રમુખના મહોંમાં વિધવાલગ્નની હીમાયત (કે જે બાબતમાં પ્રમુખ વિરૂદ્ધ છે), મુકી છે. આ શિખાઉ લેખકને જે સામાન્ય અક્કલ પણ હેત તો પ્રમુખનું ભાષણ કેઈ બીજ પાસે લખાવવાની વાત-તે ખરી હોય તો પણ પ્રગટ કરવાની મૂર્ખતા કરત નહિ; કારણ કે તેથી પ્રજાને લાભ કશે નથી, અને પ્રમુખની કીર્તિને જાંખપ લગાડવાને ગેરલાભ તે અવશ્ય છે. શેઠ ખેતશીભાઈએ પિતાનું પ્રમુખ તરીકેનું ભાષણ પિતે લખ્યું છે કે બીજા પાસે લખાવ્યું છે તે વાતની ચર્ચાથી પણ હું તે દૂર જ રહીશ, કારણ કે તેથી કઇ જાતનું પલીક હિત સંભવતું નથી; પરન્તુ હું પૂછીશ કે કૅન્ફરન્સના કયા પ્રમુખે પિતાનું ભાષણ પિતે જ લખ્યું હતું ? અને ખુદ નૅશનલ કોંગ્રેસના પ્રમુખો કે જેઓ ધારાશાસ્ત્રીઓ અને રાજદ્વારીઓ હોય છે તેઓ પણ શું વધારેમાં વધારે ઉપયોગી બનવાના આશયથી બીજા પાસે ભાષણ લખાવતા કે સુધરાવતા નથી ? વળી જૈન જેવી એક