________________
૪૮૬
જૈનહિતેચ્છ.
અને બીજી વખત એકઠા , મળવાનું ઠરાવી “ કળા” થી અવસર ચુકાવી દેવામાં આ યુક્તિ હું પ્રથમથી જ હમજ્યો હતો અને મહે સમાધાનીની કોશીશમાં સામેલ રહેનાર અમુક વ્યક્તિને સારો પણ કર્યો હતો, પરંતુ મહારા માથા ઉપર હાની સરખી ટોપી માત્ર હતી, ચમકદાર પાઘડીનું ધમાલું નહતું ! વળી હું જન્મથી ( by birth ) એક સ્થાનકવાસી જન હતું તેથી ખાનગી રાહે ગમે તેટલી સમજાવટ અને પ્રવૃત્તિ કરું પણ હક્ક તરીકે કાંઈ દબાણ કરી શકું તેમ નહોતું કે સબજેકટસ કમીટીમાં દરખાસ્ત લાવી મહારા લાગવગથી ઠરાવ પસાર કરાવી દેવાની મને સત્તા નહતી. મહને એ બાબતને ખેદ જરકે નથી; કારણ કે ગાંધી અને તીલક મહારાજ જેવાના શબ્દોને પણ તાલીઓમાં જ ઉડાડી દેવામાં આવ્યા તે મહારી હીલચાલ ફતેહમંદ ન થાય એમાં બહુ ખેદ જેવું ન હોઈ શકે; પરતુ મહને મારા પિતામહ-મહારા પોતાના અને હારા જ પિતામહ-મહાવીરનું શાસન દુરાગ્રહને લીધે નિર્મળ પડે છે અને ભ્રષ્ટ થાય છે એ જ વાતનું દુઃખ થાય છે; અને તેટલા જ માટે વગર આમંત્રણે-વગર -હકકે-વગર માને-જહાં હાં ઘુસીને કાંઈક લૂલેલંગડો યત્ન કરવા પ્રેરણ થઈ આવે છે. બાકી તો હારું નાક જહેમની સેવા કરવા જતા મહને અપમાન સહવું પડે છે હેમના કરતાં ઘણું મોટું છે ! પણ “સ્વાભિમાન” અને “માનમાં મરી પડવું” એ બે ચીજો જૂદી જ છે.
માલવિયાજીએ કહ્યું હતું કે “ હમારું દળ ન્હાનું છે, પણ હમારી પાસે લક્ષ્મીનું બળ વિશેષ છે. પરંતુ યાદ રાખજો કે એ બળને હમે એક બીજાની હામે ટગ-એફ-વરની માફક ખેંચવામાં વાપરશો તે બળશન્ય થશે. મહું સાંભળ્યું છે કે દિગમ્બરશ્વેતામ્બરમાં ટંટા ચાલે છે, તે જાણું મને બહુ દુઃખ થાય છે. હમે બીજાને જનધર્મી બનાવવા ઠરાવ કરો છો અને જે જૈન જ છે હેને જૂદા માનશે તો બીજાને જૈન કેવી રીતે કરી શકશે ?, ' લડવાનું છોડી દઈ તે નાણુ વડે વિદ્યાપ્રચાર કરે. હમને ગવર્નમેન્ટની મદદ ન હોય તો પણ હમારા દરેક છોકરા-છોકરીને કેળવવાનું કામ બજાવી શકે એવાં હમારાં સાધન છે. હું હમને કહ્યું છું કે હમે જેમ બાર વન છે તેમ એક તેરમું વ્રત છે કે હમારામાં દરેક સશક્ત માણસ ઓછામાં ઓછા એક બાળક કે