Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા. વિચારની શ્રેણિ પ્રકટે છે. મનને નિર્મલ કરવાના અનેક સાધનામાં મંગલાચરણ પણ જણાવ્યું છે. મંગલાચરણુદ્વારા મન:શુદ્ધિ કરીને ગ્રંથમાં ઉત્તમ વિચારો ગોઠવનારા ગ્રંથકાર મહષિ ભગવંતો નિવિધ્રપણે ગ્રંથને પૂર્ણ કરે છે. આ પ્રમાણે મંગલાચરણ કરવાનું ટૂંક રહસ્ય જાણવું. ગ્રંથની શરૂઆતમાં, વચમાં, ને છેવટે, એમ ત્રણ સ્થળે મંગલાચરણ કરવાની પ્રવૃત્તિ શ્રીઅંગસૂત્રાદિમાં જણાય છે. ૬ પ્રશ્ન-ચાર અનુબંધનું સ્વરૂપ શું? ઉત્તર-કઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી (૨) પ્રોજન (૩) અભિધેય (૪) સંબંધ આ રીતે ચાર અનુબંધ કહેવાય છે. ગ્રંથના તત્ત્વજ્ઞાનને જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવોને જે ગ્રંથના અધ્યયનાદિમાં જોકે, પ્રવર્તાવે (પ્રવૃત્તિ કરાવે) તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી તત્ત્વજ્ઞાનાદિ લાભ જરૂર થશે, આ બાબતનો નિર્ણય અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ કે નહિ? આ બાબતને નિર્ણય આ બંને જ્ઞાન થયા બાદ અધ્યયનાદિ પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે – ॥प्रवृत्तिजनक ज्ञान जनकज्ञान विषयत्वमनुबंध चतुष्टयत्वम् । ' આ વાક્યને સ્પષ્ટાર્થ ઉપર જણાવી દીધો છે. ૧ અધિકારી એટલે ગ્રંથ ભણવાને લાયક જીવે (૨) પ્રયોજન એટલે ગ્રંથ ભણવાનું ફલ (૩) ગ્રંથમાં જણાવેલી બીના અભિધેય કહેવાય. (૪) સંબંધ-ગ્રંથ અર્થને જણાવે છે, માટે વાચક કહેવાય, તેમાં જણાવેલે અર્થ વાચ્ય કહેવાય. આ રીતે ગ્રંથને અને અર્થને વાચ્ય વાચક સંબંધ ઘટે છે. ગુરૂ પરંપરાથી મળેલી બીના ગ્રંથમાં જણાવાય છે. તેથી બીજા ગ્રંથમાં “ગુરૂપર્વક્રમ” નામને સંબંધ જણાવ્યું છે. ૭ પ્રશ્ન-શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રીજા અધ્યયતનું નામ “ જી” છે. અહીં ચઉરંગી શબ્દનો અર્થ શો સમજવો? ઉત્તર-મોક્ષના સુખને દેનારા ચાર અંગ એટલે કારણેની બીના જે અધ્યચનમાં સમજાવી હોય, તે ચઉરંગીય (ચતુરાય) અધ્યયન કહેવાય. ૧ મનુષ્યપણું ૨ પૂજ્ય શ્રીજિનેશ્વર દેવે કહેલા વચને સાંભળવા. (૩) પ્રભુદેવના વચને ઉપર શ્રદ્ધા રાખવી. ૪ પરમ શાંતિમય સંયમ ધર્મને પામીને તેની આરાધના કરવામાં આત્મ શક્તિને સદુપયોગ કરો. પ્રબલ પુણ્ય શાલિ જીવો જન્મ જરા મરણરૂપ જળથી ભરેલા ચાર ગતિરૂપ સંસાર સમુદ્રમાં ભટકતાં ભટકતાં એ ચાર કારણે ક્રમસર પામે છે. બીજા સામાન્ય છે પામી શકતા નથી માટેજ કહ્યું કે આ મુક્તિના ચાર પરમ કારણે દુર્લભ છે. આ ચારે કારણોની વિસ્તારથી સ્પષ્ટ બીના શ્રી મહાવીર દેશનામાં જણાવી છે. અપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52