________________
૨૬૮
જૈનધર્મ વિકાસ
મન સાગરનાં મોજાં લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણી. “વીરબલ
(પુ. ૨ જુ અંક ૩ જો પૃષ્ઠ ૯૫ થી અનુસંધાન) * એક માણસ પિતાની વહાલી ચીજ બીજાને વહાલી કરવા આગ્રહ કરે એ શી રીતે ગ્ય છે? એકની પ્રકૃતિ અને વિચાર સાથે મેળ ખાનાર સિદ્ધાંત બીજાની પ્રકૃતિ કે વિચાર સાથે મેળ ખાય જ એ કયા જગતને નિયમ છે? પિતાને સિદ્ધાંત પુત્રે માન્ય રાખવો જ જોઈએ એ દા શું ન્યાથી છે? ગઈ કાલની આબરૂની વ્યાખ્યાને માન્ય રાખનારને અને નુતનયુગના આદર્શોને ધ્યેય રાખી તે મુજબ જીવન વ્યતીત કરવાની ઈચ્છા ધરાવનારને રાહ એક બની શકે ખરે? આ બધું ન ભૂતો ન ભવિષ્યતિ' છે. જગત એક પ્રવાહે ચાલવાને નિયમ ધરાવતું નથી, તવારીખનું પાનું વિચિત્ર અને અદ્દભુત વાંચીએ છીએ. અને એના પ્રત્યક્ષ પરિણામ તરીકે જગતને વિવિધતાથી ભરેલું નીરખીએ છીએ. જે માણસ બીજા માટે પિતાના સિદ્ધાંતને આગ્રહ રાખે તે હઠાગ્રહી ગણાય છે. અને તેથી ઘણીવાર કલેશ ઉભો થાય છે. અને આજલગી થયેલા કલહ લગભગ આજ હઠાગ્રહનું પરિણામ છે. આ હઠાગ્રહથી કેટલીકવાર બીજાના વિકાસની પાંખ કપાઈ જાય છે. આ બધું સુજ્ઞ પુરૂષે વિચારી જવું ઘટે !
શું કરી અન્યાયી અને અપ્રમાણિક જ હોય? આત્માનું ખુન થાય એવી નેકરી ના કરવી. આત્મવિકાસક, અથવા આત્મવિઘાતક ન હોય એવી. નેકરીનું સ્થાન માનવજીવનને જીવવા ઈચ્છનારના વ્યવહારમાં હોઈ શકે.
અત્યારે નેકરોનાં જીવન ખુશામતમાં છવાતાં હોવાથી તેમજ નીતિનું પેરણું નીચું હોવાથી. નેકરી અધમ ગણાઈ છે. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તે માણસ કરીને બદલે અન્ય ધંધામાં જોડાશે તે શું પ્રમાણિક બની જશે? આમ બનવું તદ્દન અસંભવિત લાગે છે. અપ્રમાણિક માણસ વેપારી બનશે તે તે ગ્રાહકેને છેતર્યા વિના રહેવાનો જ નહિ. અને એવું અન્ય ધંધાઓમાં પણ બનશે જ. હા ! એટલું ખરું કે, તે માણસ સત્તા હાથમાં આવવાથી વધુ જોરમાં આવશે. પણ એવું તે લક્ષ્મી મદ, યુવાનીમાં, મોટાઈમાં જ્યાં નથી બનતું? વળી જે જેને સ્વભાવ તેવું તે મેળવ્યું જ સંતષિત થવાને, અને મન ધાર્યું કરવાને જ.
રાજ્યની કરી જ આપણે અધમ ગણીએ. તે એ આપણી માન્યતા જ રહેવાની, ઈતિહાસ પોતે જ કહે છે કે, અનેક નીતિ અને ધર્મિષ્ટએ સિપાહીથી તે પ્રધાનપદ સુધીની નેકરીઓ ધર્મિષ્ટ રહી વફાદારીથી કરેલી છે. મંત્રી અભય, વસ્તુપાલ, તેજપાલ, અને વિમળશાહ શું જુલ્મી હતા ! શું કરીમંત્રીપદ મળ્યા પછી એમણે નીતિ છેડી દીધી હતી. ઉલટું ઈતિહાસ કહે છે કે, તેમણે રાજા અને પ્રજાને સંબંધ સાચવતાં અનેકવાર વેઠી લીધું–દેશની