Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 29
________________ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ. ૨૭૯ દેખાય છે તે સર્વ અશોકના નથીજ; પણ ખુદ સંપ્રતિના છે. આ તેઓશ્રી ઉલ્લેખ કરે છે. તે જ કેટલું શોચનીય છે. શીલાલેખોની હકીકત કેટલીક આપવા યોગ્ય હેવાથી અપાય છે. પહેલું શાસન (ગીરનાર) પા. ૨૧ (૪) પૂર્વે દેવાનુપ્રિય પ્રિયદર્શી રાજાના રસોડામાં પ્રતિદીન સેંકડે અને હજારે પ્રાણીઓને રાઈ માટે વધ થતો હતો. () પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મેર અને એક હરણ તેમાં પણ હરણ તે નિયમિત નહી. એમ માત્ર ત્રણ પ્રાણુઓને રસોઈ માટે વધ થાય છે. () આ ત્રણ પ્રાણીઓને પણ હવે પછી હણવામાં નહી આવે. પ્રથમ શાસનના શીલાલેખ સંબંધી વિચારતાં આપણું હૃદય કંપ્યા વગર રહે નહી કારણ કે આત્મા ત્રણ વર્ષની ઉમ્મરે જાતિસ્મરણ જ્ઞાન પામે; અને પૂર્વને ભવ જાણવામાં આવે. છતાં આવી હિંસા બને એ અસંભવિત જ છે. છતાં કદાચ એક તરફ માની લઈએ કે બને! તો કદી પણ હિંસાને શીલાલેખ તો તેઓશ્રી કોતરાવે કે? તેજ બુદ્ધિથી વિચારીએ તો આપણા ખ્યાલમાં બધીએ વિસ્તુ આવી જાય. વાસ્તે આ પ્રથમ શીલાલેખથી એમજ નિર્ણય થાય છે કે શીલાલેખ અશોકનોજ હા જોઈએ. પા. પર માં રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે ગુરૂની મદદથી ધર્મનું જ્ઞાન પામ્યો. - ઉપરોક્ત શબ્દથી તે વાત સિદ્ધ થાય છે કે ત્રણ વર્ષે ધર્મનું જ્ઞાન પાપે. તો તે આત્મા અહિંસામય જ હોવો જોઈએ, એમ ખ્યાલ આપે છે. પા. ૫૪ પ્રિયદશિને આ શાસન રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે કેતરાવ્યું છે અને જેનધર્મ તેણે રાજ્યાભિષેકના બીજા વર્ષે સ્વીકાર્યો છે. રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે આ શાસન કોતરાવ્યું છે તે વખતે તેઓશ્રીનું અંતઃપુર કેટલું હશે! કે સેંકડો હજારો જાનવરોને સંહાર થતો હશે તેજ ખ્યાલમાં રાખી આ લેખ સંપ્રતિને નથીજ એમ આપણને શું નહી લાગે? પા. ૬પ માં જૈન તિર્થંકરો જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, વજા, કળશ, પદ્મ સરેવર, ક્ષીરસાગર, દેવવિમાન, રત્નરાશી, અને અગ્નિશિખા એ ચૌદ સ્વપ્ન જુવે છે. “આવાં સોના ચાંદીનાં સ્વપ્નો હજારો વર્ષ થયાં પર્વ દિવસોમાં પ્રજાને બતાવવામાં આવે છે. (આજે પણ જન ઉપાશ્રયમાં પર્યુષણમાં ભાદરવા સુદ ૧ એકમના દિવસે એ સ્વને બતાવાય છે) એની શરૂઆત સંપ્રતિ યાને પ્રિયદશિને કરી હોવાનો જ સંભવ છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52