Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 45
________________ અનેકાંત વાદ. અનેકાંત વાદ. બાપુલાલ કાલિદાસ સવાણી “વીરબલ સર્વત્ર શ્રેષ્ઠ પુરૂષોના જીવનનું ચિંતન કરી એમાંથી પ્રેરણા મેળવવાનું કહેવામાં આવે છે. પણ ક્યાંય પુણ્યપુરૂષોના જીવનની નકલ કરવાનું કહેવામાં આવતું નથી કેમ? વિકાસપંથે જતો હરકેઈ માનવીના જીવનમાં એ પ્રશ્ન સાહજિક ઉઠે છે. અને એ સવાલને યથાર્થ ઉકેલ જેતે હેય તે ત્યાં અનેકાંત દ્રષ્ટિ સિવાય ચાલતું નથી. એ સ્પષ્ટ થઈ જવાની જરૂર છે કે ધર્મફિલસૂફી એ અનેકાંતવાદ છે. અને જીવન–મહાન પુરૂષનું-ચિત્ર એ એને-સત્યને એક અંશ છે. ધર્મ ફિલસુફીનું કર્તવ્ય સમગ્ર આત્માઓના જીવનને રચનારાં બળે અને વિકાસપંથ દેરી જનારાં બળે વર્ણવવાનું છે. જ્યારે જીવનવૃતાંતે પિતાના ભિન્નભિન્ન પ્રકારનાં બળેથી તૈયાર થયેલા જીવનને કઈ રીતે વિકાસમાગે લઈ ગયા તેને દાખલો આપી પ્રેરણા આપે છે. દરેકે દરેક આત્માઓને ભિન્ન ભિન્ન પ્રકારનાં અને ઓછાવત્તા અંશનાં બળના મિશ્રણથી જીવનઘટ તૈયાર થયેલું હોય છે, અને એથી એને ઉકેલ પણ જુદી જુદી તરેહથી થાય છે. આપણું સામે રહેલાં આદર્શ જીવન ચિત્રોમાં સ્પષ્ટપણે જેવાય છે કે એ દરેક આત્માઓ જુદી જુદી તરેહથી ભિન્નભિન્ન રીતોથી સાવિકાસ સાધી ગયા છે, એ પદ્ધતિઓને યથાર્થ પણે ઓળખવી એ અનેકાંતવાદ છે. દરેક આત્માને પિતાને વિકાસમાર્ગ સ્થિતિ, સંગે અને પિતાની લાયકાતને યેગ્ય કાઢવાનું હોય છે. એમાં બીજાની નકલ કરવી હાનીકારક નીવડે છે, કઈ માતપિતાની સેવા કરી વિકાસ સાધે તે કઈ પરિવારને ભર નિંદરમાં રાત્રીએ ત્યજી વનવાસમાં! પણ આથી કે એક બીજાને ભાંડી નજ શકે, માતપિતાની સેવાને વનવાસી ઘેલછા ન કહી શકે વડિલસેવક વનવાસીને કુટુંબદ્રોહી ના કહી શકે, જ્યાં લક્ષ્ય એકજ છે ત્યાં આવા ભેદે ખાતર ગાળાગાળી કરવી એ વિકાસને પંથે જનારા એકેને માટે લાજમ નથી ઉલટું એક લક્ષ્ય તરફ જનારા સૌ જે પરસ્પર સમાગમમાં આવતાં એક બીજાની રસમેને સત્ય રીતે પીછાને તે એક બીજાની અડચણવેળાએ ઉપગી થઈ શકવા ઉપરાંત એને પોતાના વિકાસમાં લાભ મેળવી શકે આ પરસ્પરને પીછાનવાની લાગણું તે અનેકાંતવાદ છે. કેટલાકનું કહેવું છે કે અનેકાંતવાદ એ એક ભ્રમણા છે. એમાં જીવનને ઉપયોગી એવું કશું નથી. ઉલટું જીવનને એ કયારેક ચોમ બનાવી દે છે. આ કહેવું જેટલું અનેકાંતવાદને સમજી એનો ઉપગ કરનારા માટે ખોટું છે. એટલું જ અનેકાંતવાદને મર્મ નહિ સમજતાં એને ઉપયોગ કરનારા માટે તદન સાચું છે.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52