Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 32
________________ ૨૮૨ જૈનધર્મ વિકાસ. - - - - - અતિથિ સત્કારનું ગાહેશ્ય ભુલી અસહિષ્ણુ બનીએ છીએ, જેનોની સાથે સાથે જૈનેતરને શકય તેટલી યેગ્ય સગવડ આપવાની અને ઉપયોગી થવાની તિર્થક્ષેત્રના મુનિમોએ પિતાની ફરજ માનવી જોઈએ, વહિવટકર્તાઓએ એવી સુચના આપવી જોઈએ. બીજી ફરિયાદ છે અમુક સમયે જૈનેતરને મંદિરમાં પ્રવેશ કરવાની અટકાયત અંગે. આપણું દેવમંદિરેમાં એવું કાંઈ ગુપ્ત રાખવા જેવું નથી છતાં આ રીત કેમ અખત્યાર થઈ છે એ સમજમાં આવતું નથી. કદાચ વિઘણુ મંદિરની અસર હેાય! છતાં કઈ વિધિ-ક્રિયામાં અડચણ જેવું દેખાતું હોય તે દિવાલપત્રોથી સુચના આપી દઈએ, બાકી યાત્રાળુ પાસે નવકાર મંત્ર બોલાવવાની કે કેશરના ચાંદલાની નિશાનીની માગણી કરવી એ અઘટતું છે. મેઘાણીને શબ્દ ભાવ કહું તે “આ રીતે નેકર પાસે નવકાર મંત્ર બોલાવો એ ધર્મનું અને માનવતાનું અપમાન છે.” પ્રભાવતીઓની રાખ ઠારવા- . વઢવાણનું આ હદયભેદક શકમંદ મૃત્યુ! આવી સેંકડો જલતી ચિતાઓ માટે રૂદન કરીને તે થાકી જવાયું છે. એ થાક હવે તે એના ઔષધસ્વરૂપ વિરામ સ્થળ ખળે છે. આપણે કોઈ પુરૂષ કુંવારો ન રહી જાય, કેઈ દેરેલી લીટીથી આઘાપાછે ન ચાલે એવી સતત ગડમથલ કરતાં જ્ઞાતિમંડળે તે આવી ચિંતા કરવાનું પિતાની ક્ષેત્રમર્યાદા બહારનું ગણતાં દર્શન આપે છે. પોકાર પાડીએ કે, જે બહેન દિકરીનું રક્ષણ કરવાની એની ઈચ્છા નથી તેની આડે ઘેળના પ્રતિબંધ મુકી વાડામાં પુરવાને એમને શે હક્ક છે? એમને ફેંકી કાં ન દેવાં? પણ એ વિચારવાનું આ સ્થળ નથી. જે જ્ઞાતિમંડળ ધારે તે એક એવી નૈતિક અસર ઉભી કરી શકે કે કેઈ કુટુંબનું દેન નથી કે તે પારકી જણીને આમ ઘાણી બનીને પીલી શકે. આવું નિર્દય કૃત્ય આચરનાર નૈતિક અસરના બળે ઉઘડતી જ પ્રભાતે કશાયે પ્રચાર વગર સમાજમાંથી બહિષ્કૃત થઈ જ જોઈએ, એને ભાઈ કે બહેન પણ એના પડખે ન રહે. એ નિષ્ફરને એમ સમજાઈ જવું જોઈએ કે આવું કૃત્ય કરનારને ન્યાયની અદાલત ભલે કાંઈન કરી શકે પણ સમાજમાં એનું મૂલ્ય કુટી બદામનું રહેશે નહિ એતો ઠીક પણ જનતા એની આભડછેટ પાળશે. આ આશા તે સમાજ સંસ્કાર અને હિંમત બતાવે ત્યારે બને ત્યાં લગી સામાજિક કાર્યકર્તાઓએ તે આવી ત્રસ્ત ભગિનીઓ માટે “કુલછાબ' સુચવેલાં સિંહની બોડ સમાં આશ્રયસ્થાને ખેલવા રહ્યાં, કે જે આશ્રયસ્થાને કોઈપણ સ્ત્રીને નિર્ભય બનાવી, શીલ સંસ્કારનું રોમેરથી રક્ષણ આપી ઉદ્યોગને અભ્યાસ કાળ પુરો કરી હિંમતભેર પિતાના પગ ઉપર આવી શકે એવી વ્યવસ્થા કરે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52