Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 24
________________ ધિર્મ વિકાસ મૃગ તેતરનાં પિંજર ખેલનાર અમ નિર્દોષ ભણું રેષ કાં દાખવે છે!” પ્રતિમા શબ્દ અને અશ્રુ ઠાલવતી બની. સ્વાર્થ ક્ષણેક એમ લાગે રાજુલ કુમારી! પ્રેમ પ્રત્યુત્તર વાંછે છે. ગુસ્સો પ્રતિકાર માગે છે. અહિંસાના પુજારીને એ પતનની દિશાઓ છે. અહિંસક હૃદય તે સદાયે વાત્સલ્યમાં–અર્પણુતામાં રાચે છે.” તે તરણેથી શીદ પાછા ફર્યા છે ! આશાભરી મહને વિષમદશામાં રઝળાવવાને શે મર્મ છે!” - “રાજુલા શે! સાંભળો! લગ્નના ઉછરંગ આનંદ ખાતર એ વનવાસી નિર્દોષ પંખીડાંની ગરદને ફરતી છુરીઓ ગમે છે? બે આશાભર્યા જીવનની સનેહગાંઠ ઉપર એ રક્તસિંચન ઉવલ છે?” “ના.” બસ! કુમારી ! એજ જવાબની હું રાહ જોઉં છું. એ સ્વયં ઉઠતા “ના” “ના” ના પિકાર ઉપર ફના થઈ જવા શક્તિની આરાધના કરે. મુક પ્રાણીને નિવાસ મર્મવેદના ઉપજાવતે હોય તે આપણ ઉભયે સ્થલ લગ્નને લગ્નમાંની વાસનાને ત્યાગ કરે જોઈએ. એ રિવાજની હુફે રક્તપાતને રક્ષતાં રસલોલુપ માનને રોકવા એ બલિદાન આપવું જોઈએ.” આપની ભાવના તે હારી ભાવના છે. પણ એને સિદ્ધ કરવાને આ રસ્તો! ના, ના રાજકુમાર! હાલે આજે આપણે પરણી જીવનમોજ માણી લઈએ, આવતી કાલે સેનાને સજજ કરી વિજયયાત્રાનું પ્રસ્થાન કરીશું. સમ્રાટ બની ફરમાનને એકજ ઝાટકે એ ઘાતકી રસમને ભસ્મસાત કરીશું. તે દિન હું પડખે ઉભીશ. અત્યારે હઠાગ્રહી ના બને ને પાછા ફરે કુમાર! આપને આ ના ઘટે!” ” “રાજુલ! રાજુલ! હૃદયે થથરાવતા એક હત્યાકાંડના ઉપાય લેખે દુનિયાભરમાં રક્તપાત મચાવવાની એક સ્ત્રી–જાતજનેતા સ્વાર્થપડલમાં સલાહ આપે છે–આંગળી ચીંધે છે! અગ્નિદગ્ધ માનવીને અગ્નિ નહિ, જળ નહિ, પણ તેલ સિંચન શાંતિ આપે છે. હિંસા દાવાનળને લાવવામાં જોરજુલ્મ નહિ, થુંક નહિ, બલિદાન, અપણુતા મુલ્યવાન છે. જળથી ભલે અગ્નિ બુઝાતે લાગે પણ પછીની દઈવેદના, કરૂણ ટળવળતું મૃત્યુ કેટકેટલાં ભયાનક છે? જેર અમે અટકાવેલી હિંસાના પ્રત્યાઘાતે માનવ હદયમાં જે નામદઈ, ગુલામી, ખુન રેજી ક્રમે ક્રમે વિકસે છે. તેના પ્રયત્નમાં એ હિંસક પ્રયત્ન શાપ-રૂપ બની ઘસડાઈ જાય છે. અથવા આપણી આંખ મીચાતાં એ રક્તપાત બેવડા જેરે ખડે થાય એ ફરમાનની આવરદા કેટલી ક્ષુદ્ર! રાજુલ! હમારો સુચવેલે ઉપાય હેમેજ જોશે કે કેટલો પાંગળો છે. બલિદાને આપણે રૂઢી રક્ષકેના

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52