Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ અહંત દર્શન અને ઈશ્વર. અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૨૧૮ થી અનુસંધાન.) ઈશ્વર વિષે પાશ્ચાત્ય માન્યતા ન્યાય દર્શનના ઈશ્વરવાદને પુષ્ટિરૂપ સૃષ્ટિ સરજનહારવાદ તરીકે પાશ્ચાત્ય દર્શનમાં “થિઈઝમ” Theism નામથી એક પ્રસિદ્ધ વાદ છે, તેમાં પોતાના વિચારની પુષ્ટિમાં ઘડિયાળનું ઉદાહરણ આપે છે કે ઘડિયાળના કાંટા તથા સ્પીંગ જોઈએ તે નિયમિત કામ કરી રહ્યા છે, અને તેની નિયમિતતા જોતાં એ ઘડિવાળને કઈ પણ કર્તા હોય એમ માનવાનું કારણ મળે છે. આકાશ ગૃહ આદિની વ્યવસ્થા, જમીનના નીચેના ભાગ જોઈએ તે તેની વ્યવસ્થા, પાણી, ઝાડ, ફળ વિગેરેનો વિકાશક્રમ, આ તમામ જોતાં તેની રચનામાં કેઈ કુશળ સૃષ્ટા તરીકે જરૂર હોય એમ બુદ્ધિ સ્વીકાર કરી શકે છે. એકલુ આ શરીરનું ઉદાહરણ લેશે તે પણ આ અંગે પાંગની રચના જોતાં તેનો કર્તા એક મહાન બુદ્ધિમાન ઈશ્વર છે, અને તેની અપાર દયાનું પરિણામ તેજ આ સૃષ્ટિ છે એમ જણાશે.. અહીંથી આપણે ક્રમશ દરેક દર્શન તેમજ પાશ્ચાત્ય તત્ત્વો સાથે વાસ્તવિક વિચારણા કરીશું. પાશ્ચાત્ય થઈઝમની દલીલ આપણા પાસે ટકી શકે તેમ નથી, અને તેનાં ઘણા પ્રમાણે પણ છે. તેઓની માન્યતા પ્રમાણે તેમજ ન્યાય દર્શનની માન્યતામાં થઈઝમને સૃષ્ટિકર્તાવાદ લગભગ મળતું છે. તેઓ જગતની ઉત્તિમાં કઈ બુદ્ધિમાન અને વિશિષ્ટ શક્તિને હાથ હોવાનું માને છે. પણ નિર્મળ બુદ્ધિથી જે તેઓને નિર્ણય કરવાનું સદ્ભાગ્ય મળે તે જરૂર જણાશે કે જગતની ઉપ્તત્તિમાં જગતને કર્તા હોવાનું તેઓ માને છે તે કારણ રહેશે નહિ. જ્યાં સુધી જડ દ્રવ્યના બળને તેમજ કમન્નિતિના સૂમ રહસ્યને જાણતા નથી ત્યાં સુધી જ આ માન્યતા ઉભી રહે છે. ગ્રહ, નક્ષત્ર આદિની જે વ્યવસ્થા તેમજ પૃથ્વીના પડની અંદરના થશે, આ સર્વ જડ દ્રવ્યની એક લીલા છે. તેમાં કોઈ પ્રકારની કળા જેવું કાંઈ પણ નથી. માનવ કે પશુ શરીર રચનામાં પણ કેઈ ઈશ્વર તેની રચના કરે છે એમ માનવું, તે કમોનિતીના જ્ઞાનથી વેગળાપણું સાબીત કરે છે. જે એક બુદ્ધિમાન ઈશ્વરની આ રચના સ્વીકારશે તો કેટલાક જીવ પોતે અકાળે નાશ પામે છે, તે તે બુદ્ધિમાનની રચનાને બાધ નડે. જે દર્શને ઈશ્વરને જગત્ કર્તા તરીકે ઓળખીને તેની વિશેષતા માનતા હેય તે ખરા શબ્દોમાં કહીયે તે ઈશ્વર જેવું પરમ મંગલ તત્વ જે અમર્યાદ અને અતુલ છે તેને મર્યાદિત બનાવે છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52