________________
સિદ્ધચકની તાત્વિક ભાવના.
જાણે કમરૂપી શત્રુઓના સમૂહને બીવરાવતું ન હોય એવું દેદીપ્યમાન હોય છે ૪ વિહારના ટાઈમમાં આકાશમાં અરિહંત પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્રો રહે. આ ત્રણ છત્ર દેએ મેતીના ગુચ્છાથી ઉપરા ઉપરી ગોઠવીને શણગારેલા, સફેદ, અને જાતિની સેનાની સળીથી બનાવેલાં હોય છે, તથા ધેાળા દેવતાઈ વસ્ત્રથી વાટેલા, પ્રફુલ્લિત કુંદ નામના સફેદ પુષ્પોની માલાઓથી શોભાયમાન હોય છે એ દેખીને લેકે એમ સમજે છે કે આજ પ્રભુ પરમેશ્વર છે. ચારે દિશાના મળી ૧૨ છત્રે જાણવા. ૫ આકાશમાં દેએ રત્નને બનાવેલે ધર્મ વિજ પ્રભુની આગળ ચાલે છે. બધા ધ્વજોની અપેક્ષાએ આ ધ્વજ ઘણે ભેટે હેવાથી આનું બીજું નામ ઇંદ્ર ધ્વજ કહેવાય છે આ ધમચક વિગેરે પાંચ પદાર્થો જ્યાં જ્યાં અરિહંત મહારાજા વિહાર કરે, ત્યાં ત્યાં આકાશમાં ચાલે છે. અને જ્યાં જ્યાં અરિહંત પ્રભુ બેસે, ત્યાં ત્યાં ગ્યતાનુસારે ઉપયોગમાં આવે છે. એટલે ધર્મચક્ર તથા ધર્મધ્વજ આ બે સિંહાસનના આગળના ભાગમાં રહે છે, અને પાદપીઠ પગ નીચે રહે છે. સિંહાસન ઉપર અરિહંત પ્રભુ બેસે છે. ચામરો વીંઝાય છે, અને છત્રો મસ્તક ઉપર રહે છે. ૬ દે માખણના જેવા કમળ (સુંવાળા, લીસા) નવ કમલે રચે છે. તેમાં બે કમલ ઉપર અરિહંત પ્રભુ પિતાના બે પગ રાખીને ચાલે છે. બાકીના સાત કમલે પ્રભુની પાછળ રહે છે, તેમાંથી બે બે કમલો કમસર પ્રભુની આગળ દેવતાઈ પ્રભાવથી આવ્યા કરે છે. ૭ અરિહંત પ્રભુના સમવસરણની ફરતા દેએ રચેલા ત્રણ ગઢ હાય છે ૧ મણિને ૨ સેનાને રૂ રૂપાને તે ત્રણમાંને પહેલો રત્નમય ગઢ માનિક દેવ બનાવે છે. બીજે વચલે ગઢ તિષી દેવો બનાવે છે. ત્રીજો હારને ગઢ ભુવનપતિ દેવ બનાવે છે. ૮ અરિહંત પ્રભુ જ્યારે સમવસરણમાં સિંહાસન ઉપર બીરાજે, ત્યારે પ્રભુનું મુખ ચારે દિશામાં દેખાય છે. તેમાં પૂર્વ દિશામાં તે સાક્ષાત્ પ્રભુ પોતેજ બેસે છે. બાકીની ત્રણ દિશામાં દેવ પ્રભુના જેવાજ ત્રણ બિંબ બનાવી સ્થાપન કરે છે. આ ત્રણ બિંબ બનાવવાનું કારણ એ છે કે તે ત્રણ દિશાઓમાં બેઠેલા દેવ વિગેરેને એવું જ લાગે કે અરિહંત પ્રભુ પિતેજ અમારી સામે બેસીને અમને દેશના આપે છે.” જ્યાં જ્યાં અરિહંત પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે પ્રભુજીની ઉપર દેવો અશોક તરૂ રચે છે. આ અશોક વૃક્ષની રચન પ્રભુના શરીરની ઉંચાઈથી ૧૨ ગુણી સમજવી. એમ શ્રી કષભદેવથી માંડી ત્રેવીશમાં પાર્શ્વનાથ સુધીના ત્રેવીશ તીર્થકરોના સંબંધમાં પ્રભુના શરીરથી બાર ગુણો અશોક વૃક્ષ સમજે. પ્રભુ મહાવીર મહારાજાની ઉપરના અશેક વૃક્ષનું પ્રમાણ બત્રીશ ધનુષ્યનું સમજવું.
(અપૂર્ણ