Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 8
________________ - જૈન ધર્મ વિકાસ. ' દેશના આપવાદ્વારાજ તીર્થકર નામકર્મના દલિયા ભેગવાય છે અને છેવટે પૂરેપૂરા ભગવ્યા પછી જ મુક્તિના સુખ મળે છે. આ હેતુથી અરિહંત પ્રભુ દેશના આપે છે. જુઓ વિશેષાવશ્યકનો પુરાવો “તંત્રજ્ઞા અજિત્રા ધમરા ' વાદી શાસ્ત્રકારને બીજા પ્રશ્નો એ પૂછે કે અરિહંત મહારાજા અ ને દેશના સંભળાવી કૃતના પારગામી બનાવી મુક્તિના સુખ કેમ ન આપે? અને જે ભવ્ય જીનેજ દેશના સંભળાવી કૃતના પારગામી બનાવી પરંપરાએ મુક્તિના સુખ આપતા હોય, તે સાબીત થાય છે કે અરિહંત પ્રભુને ભવ્ય જીની ઉપર રાગ છે. અને જે રાગ હોય તે પ્રભુને વીતરાગ કેમ માની શકાય? અને જે વીતરાગ નથી તે સર્વજ્ઞ પણ કેમ કહી શકાય? કારણ રાગને નાશ કર્યા વિના સર્વજ્ઞાપણું હોઈ શકે જ નહિ. શાસ્ત્રકાર મહારાજા–ઉપર કહ્યા મુજબ વાદીએ જણાવેલા પ્રશ્નો સાંભળી આ પ્રમાણે જવાબ આપે છે કે ઉપર જણાવેલા તમામ પ્રશ્નો વાદીની અલ્પ સમજણને સૂચવે છે. સૂર્ય અને ઉત્તમ વૈદ્યના દષ્ટાન્તો સાંભળતાં વાદીને સખેદ કહેવુંજ પડશે કે મેં મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમાં સૂર્યનું દૃષ્ટાન્ત આ પ્રમાણે સમજવું–સૂર્ય પૃથ્વીના તમામ ભાગની ઉપર સરખી રીતે પોતાના કિરણે ફેલાવે છે. તેનો લાભ મનુષ્ય તથા સૂર્યવિકાસિ કમલ વગેરે લઈ શકે છે, ત્યારે ઘુવડ અને કુમુદ વગેરે લઈ શકતા નથી તેમાં સૂર્યને કાંઈ દેષ નથી એટલે સૂર્યને મનુષ્યાદિની ઉપર રાગ અને ઘુવડ વગેરેની ઉપર દ્વેષ છે એમ સમજુ પુરૂષ તે કહી શકે જ નહિ. સૂર્યના પ્રકાશનો એકને લાભ મળે અને બીજાને ન મલે તેમાં તે જીના કર્મોદય જન્ય જુદા જુદા સ્વભાવે જ કારણ છે. આ દષ્ટાન્ત અરિહંત પ્રભુની દેશનાથી અભવ્ય જીવોને અસર ન થાય. તેમાં તેઓને કિલષ્ટ કર્મોદય જન્ય ખરાબ સ્વભાવ જ કારણ છે. પરંતુ અરિહંત પ્રભુને તેઓની ઉપર અપ્રીતિ હાઈ શકેજ નહિ. આ બાબત શ્રી સિદ્ધસેન દિવાકરજી પણ બત્તીસા બત્તીસીમાં એમજ કહે છે. જુઓ તે પાઠ “સ્વાયત્તોડ િવચ્ચવવો ઇતિમુક્ત . भानोर्मरीचयः कस्य, नाम नालोक हेतवः ॥१॥ नचाद्भुत मुलूकस्य, प्रकृत्या વિજેતર | સર્વછા અપિ તમન, માર મારતા કા: તેવીજ રીતે प्रक्षापना सूत्रनी Nawi ५५५ ४ह्यु छ , सद्धर्मबीज वपना मघ कौशलस्य, यल्लोकबांधव ? तवापि खिलान्यभूवन् ॥ तन्नाद्भुतं खगकुलेषु हि तामसेषु सूर्योરવિ કપુરીયાવાતાશા તથા બીજું ચિકિત્સા શાસ્ત્રમાં કુશલ એવા ઉત્તમ વૈદ્યનું દૃષ્ટાન્ત પણ આ પ્રસંગે સમજવા જેવું છે. તે આ પ્રમાણે જાણવું જેમ કેઈ ઉત્તમ વૈદ્યની પાસે બે રેગી પુરૂષે દવા કરાવવા આવે છે, વૈદ્યને બંનેની તપાસ કરતાં માલુમ પડે છે કે આ પુરૂષને સાધ્ય રોગ છે, માટે આરામ થઈ શકશે, તેથી તે તેની દવા કરે છે. અને બીજાને અસાધ્ય રોગ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52