Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 15
________________ અહંત દર્શન અને ઈકવર. રછ નથી. તેમજ ઉપમાનથી પણ તેની સિદ્ધિ થતી નથી કારણકે શાશ્વત જ્ઞાન હોય તેજ તેમાંથી ઉપમાન ઉત્પન્ન થઈ શકશે. સર્વજ્ઞ જેવી (સાઠશ્ય) બીજી કઈ વસ્તુ પણ જોવામાં આવતી નથી, એટલે ઉપમાન વડે પણ સર્વજ્ઞની સિદ્ધિ થતી નથી. અર્થપત્તિ વડે પણ સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. કદાચ તમે કહેશે કે સર્વજ્ઞતા ન હોય તે વળી બુદ્ધ અને મનુ જેવા ધર્મોપદેશકે શી રીતે પાકે? એવી પણ શંકા કરવાની જરૂર નથી. કારણ કે મિમાંસક માને છે કે તમામ ધર્મોનું મૂળ વેદ છે એવો ધર્મ રજૂ બુદ્ધે કદાચ ધર્મોપદેશ આપે હોય તે પણ તે અવેદજ્ઞ હોવાથી એ ઉપદેશમાં પણ ભ્રમ છે. અને તેના ઉપદેશથી કાંઈ સર્વજ્ઞ સિદ્ધ થતું નથી. મનુએ જે કે ધમધર્મ સંબંધી ઉપદેશ આપ્યો છે પણ તેથી કાંઈ તે સર્વજ્ઞ ન હતું, બુદ્ધ અને મનુના ધર્મોપદેશથી તેને સર્વજ્ઞ માનવાનું કોઈ કારણ નથી. સર્વજ્ઞતા છે એમ માનનાર એમ પણ કદાચ કહેવા તૈયાર થાય કે વર્તમાનકાળે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સર્વજ્ઞતા સિદ્ધ ન કરી શકાય તે શું તેથી સર્વજ્ઞતા નથી એમ બની શકે નહિ. અને ભૂતકાળ અને ભવિષ્યકાળે સર્વજ્ઞતા હોવાનો જરૂર સંભવ છે. આ માન્યતા માટે મિમાંસકે એવી દલીલ કરીને જણાવે છે કે તમે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર હોવાનું માને છે તે તે કાળે જ્ઞાન અને ઈદ્રિયો તો આપણું આજના વર્તમાનકાળ જેવી હશે. તે પછી આજે આપણને જે વસ્તુ અસંભવિત છે તે વસ્તુ તેવા ઈદ્રિવાળાને ભૂતકાળ કે ભવિષ્યકાળે સંભવ હોય તેમ કેમ માની શકાય? વળી સર્વજ્ઞ શબ્દની વ્યાખ્યામાં તો સર્વ પદાર્થના જાણનાર એમજ માનવું જોઈએ. તે તે વાત પણ માની શકાય તેમ નથી, કારણ કે સર્વજ્ઞ સર્વ પદાર્થોને પ્રત્યક્ષપણે જાણું લે છે એમ કહેવામાં આવે તો પણ ધર્મના સૂક્ષમ સર્વ વિષે જાણવા બહાર રહી જશે જ. અને અનુમાનથી જે તે સર્વે જાણે છે એમ કહીશું તે પછી સર્વજ્ઞ અને આપણે કાંઈ ભેદ નથી રહેતું, વળી આગમ કે અનુમાનથી જે જ્ઞાન થાય તે સ્પષ્ટ હોઈ શકે નહીં અને સ્પષ્ટ જ્ઞાન વિના સર્વજ્ઞ કહેવાય નહિ. આ સર્વજ્ઞ ને જે નિર્ણય કરીએ તો તે એજ કે સર્વ પદાર્થ માત્રનું જ્ઞાન થવું એ સર્વજ્ઞ છે, તે અમારું માનવું છે કે, ક્રમે કમે પણ સર્વે પદાર્થનું જ્ઞાન થવું સંભવિત નથી તે એક સાથે સકલ પદાર્થનું જ્ઞાન થવું એ તદન અસંભવિત જ છે. આજે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં પદાર્થોની ઉત્પત્તિ થઈ રહી છે, થવાની છે તેને પાર નથી, કેમે ક્રમે જાણવાની જે કબુલાત કરીએ તે પણ તે પૂર્ણ જાણી શકાય નહિ. તે પછી સર્વજ્ઞ એક સાથે જાણી શકે તે સંભવતું નથી, વળી શિત, ઉષ્ણુદિ પરસ્પર વિરોધી પદાર્થોનું પણ જ્ઞાન એક સાથે શી રીતે સંભવે તેથી સર્વજ્ઞતા સર્વથા અસંભવિત છે એમ મિમાંસકાની મજબૂત માન્યતા છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52