Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 22
________________ ૨૪ જૈનધર્મ વિકાસ. મરણ પામેલા જીવને જરૂર જન્મવું પડે છે. માટે જે રોકી શકાય તેવું નથી, તેવા મરણની બાબતમાં તારે શોક ન કર જોઈએ. એમ શ્રીકૃષ્ણ કહે છે. આથી એ સાબીત થાય છે કે મંત્ર ઔષધ ચૂર્ણાદિ પ્રગોના જાણકાર પુરૂષ પણું મંત્રાદિથી મરણને રોકી શકતા નથી. આઉખું વધેજ નહિ, અચાનક ઘટતાં વાર લાગતી નથી, એમ સમજીને ભવ્ય જીવેએ પરમ ઉલ્લાસથી શ્રીજિન ધર્મની આરાધના કરીને આત્મ કલ્યાણ કરવું, એજ વ્યાજબી છે. ચાલુ. કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન વિરચિત. શ્રી અરનાથ જિન સ્તવન (સંપાદક-મુનિશ્રી જયંતવિજયજી વળા) પ્રભુ તાહરે પ્રભુ તાહરો તાગ ન પમાયે, ગુણ દરીઓ ગુણ દરીઓ ઉડે અગાધ ; કિહારે દિલને કિરે દિલને દલાસો નહિ કરે, એક બગસે એક બગસે નહિ અપરાધ . ૧ મુજ મનને મુજ મનને માનીતે તે પ્રભુ, નિસનેહી નિસનેહી ઘણું નિરલેપ હે પ્રીતિ તે પ્રીતિ તે કિમ હિનપાલટી, જે કીજે જે કીજે કેડ “આખેપ હો, મુજ ૨ જે ભજતાં જે ભજતાં ભાવ ધરે નહિ, કિમ ભજઈ કિમ ભજીઈભાવિ તાસ છે ન્યારાનિ ન્યારાનિ પ્યારા સુકરિ, પણ મેહલિ પણ મેહલિ નહિ મન આસ હે, મુજ. ૩ જાણ આગિ જાણ આગિ કહી ર્યું જણાવાઈ વિનતડી વિનતડી શ્રી વીતરાગ હે; ઘણું ઢું ઘણું બ્લ્યુ આપ વખાણઈ, એક તારો એક તારો છે મુજ રાગ હે, મુજ. ૪ પ્રભુ તાહરી પ્રભુ તાહરી મહિર નજર વિના, મુજ સેવા મુજ સેવા સફલ ન હાય હો; ને “સહિજે જે સહિજે તમે સામે જુએ, તે હિ મુજનિ તે હિ મુજનિ ન ગંજે કેઈ હા, મુજ. ૫ ત્રિભુવનમાં ત્રિભુવનમાં તુજ વિના સહી, સિર કેહને સિર કેહને ન નામુ સ્વામિ હો; ટઓલગડી લગડી શ્રી અરનાથની, અવસરિ અવસરિ આવસિ કામ હે, મુજ. ૬ જાણું છું જાણું છું વિસવા° વિસજી સહી, આસ્યા હે આયા હે ફલસેં નેઠ૧૨ હે, માગું છું માગું છું ઉદયરતન કહે, તુજ ઉપયનિ તુજ પનિભાવભેટ હે, મુજ ૭ * શ્રીમાન મુનિરાજ શ્રીજશવિજયજી મહારાજના પાટણના ભંડારની હસ્ત લિખિત એક પાનાની પ્રતિ ઉપરથી આ સ્તવન ઉતાર્યું છે. પત્રમાં લાઈન ૧૦. અને એક લાઈનમાં અક્ષરે ૩૫ થી ૩૭ છે. ૧ પાર, અંત. ૨ દિલાસે. ૩ પક્ષથી. ૪ પલટે, બદલાય. ૫ આક્ષેપ. ૬ ભાવથી. ૭ સુલભ, સહેલ. ૮.સહેજે, આસાનીથી. ૯ ચાકરી, સેવા: ૧૦ સંપૂર્ણપણે. ૧૧ આશા. ૧૨ નક્કી. ૧૩ ચરણની.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52