Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 49
________________ વર્તમાન-સમાચાર. ૨૫૧ પાસ વદિ ૪ના શોક પ્રદશિત સભા શેઠ કચરાભાઈ હઠીસીગના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી. જેમાં નીચેને ઠરાવ પસાર કરી ઉદયપુર આચાર્યશ્રીના શિષ્યો પર મોકલી આપવામાં આવેલ હતું. પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસથી અમારી સભાને ન પુરી શકાય તેવા પ્રતિભાશાળી વ્યક્તિની બેટ પડી છે. તેમજ અમારી ઉગતી સંસ્થાને તેઓશ્રી જેવા વૃદ્ધ આચાર્યશ્રીની દેરવણીની ખાસ આવશ્યક્તા હતી, તે પણ ન થવાથી પારાવાર દુઃખ થાય છે. તેમજ મહૂમના આત્માને શાન્તિ મળે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. લી. સભાના અધ્યક્ષ શેઠ કચરાભાઈ હઠીસીંગ, વર્તમાન-સમાચાર, બાળબ્રહ્મચારી, રેવતાચલ, ચિત્રકુટાદિ તીર્થોદ્ધારક, પુજ્ય આચાર્યદેવ શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે, અમદાવાદના ડેહલાના લવારની પળના અને વિરના ઉપાશ્રયે અષ્ટાલીકા મહોત્સવ કરવાના હોવાથી, આચાર્યદેવના દરેક શિષ્ય પ્રશિષ્યને અષ્ટાદ્વીકા મહોત્સવ ઉપર અમદાવાદ પધારવાની આગ્રહભરી વિજ્ઞપ્તિઓ મેકલવાથી, દૂર દૂરથી સમુદાયના મોટા ભાગના મુનિવર્યો ઉનાળાની સખ્ત ગરમી હોવા છતાં વિહાર કરીને, અષ્ટાદ્વીકા મહોત્સવ ઉપર આચાર્યશ્રી વિજ્યહર્ષસૂરિજી ઉપાધ્યાયશ્રી દયવિજયજી ગણિ, પન્યાસશ્રી દાનવિજયજી, પન્યાસશ્રી શાન્તિવિજયજી, ૫. શ્રીમુક્તિવિજયજી, પં. શ્રીમાનવિજયજી, ૫, શ્રીઉદયવિજ્યજી, પ. શ્રીકલ્યાણવિજયજી, ૫. શ્રીમંગળવિજયજી, ૫. શ્રી મનહરવિજયજી, પઃ શ્રીસંપતવિજયજી આદિ પદસ્થ પિતપિતાના શિષ્યાદિ સાથે મળી એકંદર પંચાવન મહર્ષિગણ અમદાવાદ પધારેલ છે. પન્યાસજી શ્રીરત્નવિજયજી મહારાજના સમુદાયના આટલા બધા સાધુઓ કઈ પણ વખતે અમદાવાદમાં એકત્ર થયેલ ન હોવાથી, આ તકનો લાભ લઈ સમુદાયનું સંગઠ્ઠન અને ઐક્ય જળવાઈ રહે અને અરસપરસ બંધુત્વભાવ તથા પ્રેમ વધે તેટલા માટે વિચારોની આપલે કરી વ્યવસ્થિત યેજના વિચારી છે. તેમજ પૂજ્ય આચાર્યદેવના આરંભેલા કાર્યોને એકત્ર બળથી પૂર્ણ કરવાને પણ નિર્ધાર કરેલ છે. હવે સ્વર્ગસ્થ અંગેના મહેન્સ પૂર્ણ થવાથી સ્થાનિક ઉપાશ્રયના ચાતુર્માસ માટેના સાધુઓની વ્યવસ્થા કરી ટૂંકા સમયમાં અન્ય સાધુઓ વિહાર કરવાના છે. જેતરી વિવાન લવારનીપળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયસૂરિજીના

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52