Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨૬ જૈનધર્મ વિકાસ -: સત્યવાદિયેની સેવા અમરગણ પણ કરે છે. એટલું જ નહીં સત્યવાદિયેની સ્તુતિ અહનીશ કરે છે અને નિનિમેષ દ્રષ્ટિથી દેખતાં પોતાના આત્માને પૂનીત સમજે છે. સત્યવાદિને સૌ કે વિશ્વાસ કરે છે. સત્યને મહિમા મહાત્મા ભતૃહરિજીએ કેટલી હદે બતાવ્યું છે તે જુઓ. “સત્યં નેરાણાવાનુ” ઠીક છે જે મહાપુરૂષ પાસે સત્ય છે, સત્યથી જ પોતાના આત્માને પવીત્ર બનાવ્યા છે, તેવાઓને તપ કરવાની પણ શી જરૂર છે? કારણ કે સત્ય બરાબર કઈ તપ નથી. પરંતુ સાચા સત્યવાદી બનવું, સત્યના પંથે ચાલવું, એ કઈ બરચાના ખેલ નથી. સત્યના પથ પર ચાલવાને માટે તેજ સમર્થ બની શકે કે જેનું હૃદય મંદિર વિશુદ્ધ હોય, વિમળ હેય, ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય, આ બને વસ્તુઓ જેને હૃદયમાં હોય તેવા મનુષ્ય માટે સત્યપથ પર ચાલવું મુશ્કીલ છે જ નહી. પરંતુ એવા સત્યવતા આ કળીયુગમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા પણ મળવા મુશ્કેલ છે, કે જે પિતે તે સત્યના પથ પર ચાલતા હોય અને બીજાઓને પ્રેરણા કરતા હોય. આજ તે “પપશે પાંડિત્યમૂજ ની કહેવતને ચરીતાર્થ કરનારાઓ ઘણાએ મલી આવશે. લોકોને કહેશે કે સત્ય બોલે, સત્યના પથ પર ચાલવું જોઈએ. જે એવું કહેનારાઓની દિનચર્યા પર દ્રષ્ટિપાત કરવામાં આવે તે દિવસમાં સેંકડો વખત જુઠ બેલતા જણાઈ આવશે. કેઈ પુરાતન સમયની વાત છે કે એક પંડિતજીએ સભામાં ફરમાવ્યું કે વિંગણ ખાવા ન જોઈએ, વિંગણ ખાવામાં મહાપાપ છે. જ્યારે પંડિતજી ઉપદેશ દઈ ઘેર આવ્યા ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યા વિંગણનું શાક બનાવી આપ, આ સાંભળી બીચારી સ્ત્રી ચૂપ થઈ ગઈ. હિંમતલાવી બેલી કે આપે પિતે તે સભામાં વિગણ ખાવામાં મહાદેષ બતાવ્યો છે. અને તમે જ તેવું શાક બનાવી આપવાની મને ફરજ પાડે છે. પંડિતજી પિતાની સ્ત્રીને કહે છે કે તારામાં અક્કલ નથી. પિથીના વિંગણ અને ખાવાના વિંગણ ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રમાણે આજકાલ સત્યવક્તા રહી ગયા છે. કારણ કે સત્ય પ્રત્યે તેમને હાર્દિક સ્નેહ નથી હોત; સ્વાથી સત્યવાદિય ઉદરપૂર્તિ માટે રૂપચં. દજીની મુલાકાત થતાં જ સત્યને તિલાંજલી દેવા તત્પર થઈ જાય છે. સ્વાથી સત્યવાદીઓથી દુનિયાનું ભલું થાય એવી આશા નીરાશા માત્ર છે. જે ખરેખર સત્યપથ પર ચાલવાની ઈચ્છા હોય તે સ્વાથી એને સંગ છેડી, સ્વયં સત્યવાદી બની દુનિઆને બનાવે એજ અભ્યર્થના.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52