Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી જેનાગમ પ્રશ્નમાલા. ૨૨૩ આ બાબતમાં જાણવા જેવી બીના એ છે કે સૌ ધમેન્દ્ર પ્રભુશ્રી મહાવીરદેવને નમ્રભાવે વિનંતિ કરી કે હે પ્રભે? બે હજાર વર્ષની સ્થિતિવાલે ત્રીસ ભસ્મરાશી નામનો કૂરગ્રડ આપશ્રીના જન્મ નક્ષત્રમાં દાખલ થવાનો છે. માટે એક મુહૂર્ત એટલે બે ઘડી જેટલું આયુષ્ય વધારે, અને તેને આપ જૂઓ. આપ જે તેમ કરશે તો તે ગ્રહ આપના શાસનને લગાર પણ નુકશાન કરી શકશે નહી. અને આપ જે એટલું આઉખું નહિ વધારે તે આપના તીર્થ (શાસન)ના જીવને તે ગ્રહ લાંબા કાળ સુધી દુઃખ દેશે. આ પ્રમાણે વિનંતિ કરતા શ્રીસૌધર્મેન્દ્રને પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું કે હે ઇંદ્ર? અમે તીર્થકરે જે પૃથ્વીને છત્રાકારે કરવા ચાહીએ, અથવા મેરૂ પર્વતને દંડ જેવો કરવા ચાહીએ, કે સ્વયંભૂ રમણ સમુદ્રને ઝપાટાબંધ તરી જવા ચાહીએ, તે તે કામ કરવાને સમર્થ છીએ, પણ આયુષ્યને વધારવાને માટે અસમર્થ છીએ. વળી જે બનાવ ભવિષ્યમાં બનવાને જ હોય, તે કઈ પણ ઉપાયે અટકાવી શકાય જ નહિ. તમે કહેલી બીના તેવીજ છે, એટલે બે હજાર વર્ષો સુધી મારા શાસનને જરૂર પીડા થવાની જ છે. એમ હું કેવલજ્ઞાનથી જાણી શકું છું. આ બીના ઉપરથી સાબીત થાય છે કે આયુષ્ય કઈ પણ ઉપાયથી વધેજ નહિ, કે વધારી શકાય પણ નહિ. તથા જીવન દેરી તૂટ્યા પછી સાંધી શકાય જ નહિ, માટે જ કહ્યું છે કે – છે અનુણુવવૃત્તનું ! श्वःकार्यमद्यकुर्वीत, पूर्वादचापराह्निकम् ॥ नहि प्रतीक्षते मृत्युः, कृतमस्य नवा कृतम् ॥१॥ અર્થ–હે જીવતું કાલે કરવા ધારેલું કાર્ય આજ કર, અને બપોરે જે કાર્ય કરવા ધાર્યું હોય, તે સવારે કરી લેજે, કારણ કે મરણ “આ જીવે કાર્ય કર્યું છે કે નહિ? એમ વિચારીને રાહ જોતું નથી. - ' “પૃહીતશેમૃત્યુના ધર્મમાવત" અર્થ–મને મૃત્યુએ કેશમાંથી પકડ્યો છે, એમ સમજીને ધર્મની સાધના કરી લેવી. વસ્તુ સ્થિતિ આવી હોવાથી શ્રી તીર્થકર ભગવંતે અને ઇંદ્ર મહારાજા જેવા મહા સમર્થ પુરૂષે પણ આવતા મરણને રોકી શક્યા નથી, એમ જૈન દર્શન જેમ માને છે, તેમ “ગીતા” પણ એજ જણાવે છે કે जातस्यहि ध्रुवं मृत्यु:-ध्रुवं जन्म मृतस्यच ॥ तस्मादपरिहारार्थे, न त्वं शोचितुमर्हसि ॥१॥ અર્થ–હે અર્જુન જન્મ પામેલો જીવ જરૂર મરણ પામે છે, અને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52