Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. ૧૨ અવશ્ય ભાવી ભાવો(થનાર વિવિધ બનાવે)ને જે ઉપાય થઈ શકતે હેત નળરાજા ને ધર્મરાજા દુ:ખોથી દૂર રહી શકત. ૧૩ જે લલાટમાં લેખ લખાયેલ હોય તે પ્રમાણે માણસને સુખ-દુઃખ (લોભ-હાનિ સાંપડે છે, દેવ પણ તેને ટાળી શકતો નથીતેથી તે સમયે હર્ષ-શેક કરે ન ઘટે. સમજ્યા એ જ સાર છે. ૧૪ વિધિએ લખેલ લેખ દેવ પણ મિથ્યા કરી શક્તો નથી. ૧૫ ચંદ્ર-સૂર્યને રાહુની પીડા, હાથી તથા સર્પને બંધન અને પ્રતિમાનને નિર્ધનતા જે મને નિશ્ચય થાય છે કે કર્મરાજા મહા બળવાન છે. ૧૬ રાજા તુષ્ટમાન થયેલ હોય તે પણ સેવકોને ભાગ્યથી કઈ વધારે આપી શકતા નથી વર્ષાદ સદા વર્ષે છે તો પણ ખાખરાને ત્રણ પત્ર જ હોય છે. ૧૭ અશ્વ, હસ્તી કે વાઘનું કોઈ બલિદાન નથી કરતું, બકરાનું જ કરાય છે, તે દૈવ—વિધિ દુર્બળને ઘાતક જણાય છે. ૧૮ ઉપરની હકીકત વાંચી જાણ નિરાશ ન થતાં તેને પ્રતિકાર તપ-જપ-ધ્યાન સમત સહ કરવા સુજ્ઞજનોએ જરૂર પ્રયત્ન કરવો ઘટે. ૧૯ જૈન દર્શન સ્યાદ્વાદ–અનેકાન્તવાદનો બોધ કરે છે. કોઈપણ કાર્ય પંચ સમવાય-કાળ સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ વેગે સિદ્ધ થાય છે એમ માને છે. તેમાં પ પુરુષાર્થની પ્રધાનતા એટલા માટે કહી છે કે તે આપણે સ્વાધીન છે ત્યારે બીજા અદશ્ય છે. ૨૦ જે કામ બળથી થઈ ન શકે તે કળથી- કુનેહથી સહેજે થઈ શકે છે. ૨૧ આળસ–પ્રમાદ સામે કોઈ પ્રબળ શત્રુ નથી. પુરુષાર્થ વેગે તેનો પરાભવ કરી, સ્વ ઇચ્છિત ફળ–પ્રાપ્તિ કરી શકાય છે. ૨૨ ઉદ્યમ કર્યા છતાં જે ફળ સિદ્ધિ થવા ન પામે તે પછી ભલે દૈવને ઓલંભે દેવે પુરુષાથી જનોએ કંટાળ્યા વગર યોગ્ય ઉદ્યમ કરવો કે જેથી છેવટે દૈવને યારી આપવી જ પડે ૨૩ અનેક મહાપુરુષોના ચરિત્ર વાંચી-સાંભળી-મનને કરી પુરુષાતનનું દઢ સેવન કરવા અને એનું આલંબન લેવા લક્ષ રાખવું જોઈએ. ૨૪ કાયર જનો વિજયની શંકાથી કાર્યને આદર જ કરતાં કરે છે. મધ્યમ જેને ફળની આશાથી કાર્ય આરંભ તો કરે છે પરંતુ કંઈ વિઘ ઉપસ્થિત થતાં કાયરતાથી તે કાર્ય કરવાનું મુલતવી રાખે છે, ત્યારે ઉત્તમ જને પાકી દઢ શ્રદ્ધાથી નિઃશંકપણે ઉચિત કાર્ય આરંભ કરી તેને ગમે તેટલા ભોગે પણ પાર પાડ્યા વગર વિરમતા નથી. ૨૫ આપણે સહુએ એવી દૃઢ મનના થઈ કાર્યસિદ્ધિ કરવી ઘટે. ઈતિશમ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46