Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ મે. ઉપશમ અને લય. ૨૭૫ કોઈ પણ વ્યાધિનો લય કરવાનું મૂળ ઉમૂલન કરવાનું કામ સહેલું નથી, તે કામ મુશ્કેલ છે; પરંતુ વ્યાધિના વિનાશની મુદત વ્યાધિ પરત્વે જુદી જુદી-ઓછીવત્તી હોય છે. સામાન્ય વ્યાધિ થોડા વખતમાં ફર થઈ જાય છે ત્યારે વિષમ વ્યાધિ માટે વધારે વખત લાગે છે. તે પ્રસંગે વૈદ કે ઑકટરનું પ્રથમ કામ વ્યાધિને વધવા ન દેવાનું છે. થયેલ વ્યાધિ વૃદ્ધિ પામતે અટકે તે ત્યારપછી તેનો વિનાશ કરવાનું કામ સરળ થાય છે અને જે વ્યાધિનું નિદાન બરાબર થયું હોય, તેના નિવારણને એગ્ય ઉપચારો-ઔષધ વિગેરે શરૂ કરેલ હાય, વ્યાધિવાળા મનુષ્ય વેદ કે ડોકટરની સૂચના અનુસાર જ વર્તન કરતે હોય, પથ્ય પાળવામાં સેંદ્રિયને કબજે રાખવામાં તત્પર હોય તે વ્યાધિ ધાર્યા કરતાં ઓછી મુદતમાં દૂર થાય છે અને વૈદ કે ડોકટરને યશ મળે છે. વ્યાધિ વિરામ પામેલ જણાય ત્યાર પછી પણ અમુક વખત તે વેદ કે ડોકટરની સૂચના અનુસાર જ વર્તવાનું હોય છે. તદનુકૂળ વર્તે તેને જ વ્યાધિન ફરી ઉથલ થતો નથી. આ તે શારીરિક વ્યાધિની વાત થઈ તેના નિવારણ માટે તે ગરીબ કે શ્રીમંત પોતપોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરે જ છે અને થયેલ વ્યાધિ ઓછીવત્તી મુદતે વિરામ પણ પામે છે. અહીં તે ખાસ હેતુ આત્મિક વ્યાધિને અંગે ઉપરની હકીક્તને ઉપયોગમાં લેવાનું છે. આ આત્માને અનાદિકાળથી ક્યા કયા વ્યાધિ લાગેલા છે ? તેમાં ફેરફાર શું થયે છે ? વ્યાધિ વધ્યા છે કે ઘટ્યા છે ? તેના નિવારણ માટે કોઈ પ્રયાસ કર્યો છે કે નહીં ? એ આત્મિક વ્યાધિના વૈદ કોણ છે ? આ વ્યાધિ આ આત્માના ખ્યાલમાં આવ્યા છે કે એ તે પિતાને વ્યાધિ વિનાને જ માને છે ? આ બધી બાબતો વિચારવાની છે. અનેક મનુષ્ય તે પોતે વ્યાધિગ્રસ્ત છે એમ માનતા જ નથી. એટલે પછી એને તો ઉપચાર કરવાની ખંત કે ચીવટ શેની જ હોય ? જેઓ ગુરુમહારાજના ઉપદેશથી કે સારા પુસ્તકોના વાંચનથી કાંઈક સમજે છે તે જાણે છે કેઆ આત્માને અનાદિકાળથી કર્મજન્ય અનેક વ્યાધિઓ વળગેલા છે. તે સહજ ઓછાવત્તા થાય છે પરંતુ તે વ્યાધિનો ઉદય ઇંદ્રિના વિષયે ને કષાના સેવનરૂપે થાય છે ત્યારે પાછા નવા કર્મો બંધાય છે. આ વ્યાધિઓ પ્રથમ તેં સમજાવા જ મુશ્કેલ છે, સમજાયા પછી તેના નિવારણ માટે ચીવટ જાગવી મુશ્કેલ છે, ચીવટ થાય તે તો તેના ઉપચાર શોધ, ઉપચારકારકને શોધે અને થોડે ઘણે અંશે પણ વ્યાધિનું નિવારણ કરે. આ વ્યાધિઓના નિવારણના પરમ આપધ તરીકે શાસ્ત્રકારે જ્ઞાન, દર્શન ને ચારિત્ર જ બતાવેલા છે. જેને ઉપમિતિકાર માએ તપ્રીતિકર પાણી. વિમલલેક અંજન અને ચારિત્રરૂપ પરમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46