Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. હતા. તેમાંથી એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરૂને વિનય કરવામાં તત્પર રહેતા, તથા જે કાંઈ ગુરૂ ઉપદેશ કરતા, તે સર્વ સત્યપણેજ અંગીકાર કરીને પિતાના શિ તમાં નિરંતર તેને વિચાર (મનન) કરતે, અને વિચારતાં જે કાંઈ સંદેહ રહે તે ફરીથી વિનયવડે ગુરૂ પાસે આવીને પૂછો. આ પ્રમાણે નિરંતર વિચારપૂર્વક શાસ્ત્રના અર્થનું ચિંતવન કરતાં તેની બુદ્ધિ ઘાણી ઉત્કૃષ્ટ (તીફણ) થઈ. બીજે વિદ્યાથી આ સર્વ ગુણેથી રહિત હતા. તે બન્ને શિ એકદા ગુરૂની આ જ્ઞાથી કે નજીકના ગામ તરફ જવા ચાલ્યા. ત્યાં માર્ગમાં તેમણે કેટલાંક - ટાં પગલાં જોયાં. તે જોઈને બુદ્ધિમાન શિષ્ય બીજાને પૂછ્યું કે-“આ કોનાં પગલાં છે?” તેણે જવાબ આપે કે-“આમાં પૂછવા જેવું શું છે? આ પગલાં હાથીનાં છે.” ત્યારે તે વિચારવાનું બોલ્યા કે-“એમ ન બેલ, આ પગલાં હાથણીનાં છે, એટલું જ નહીં, પણ તે હાથણી ડાબી આંખે કાણી છે, વળી તેના ઉપર બેસીને કે રાણી જાય છે, તે રાણું ભરવાળી અને ગર્ભિણી છે, તેણીની પ્રસૂતિને કાળ પણ સંપૂણ થયો છે, તેથી આજકાલજ તે પ્રસવશે, તેમાં પણ તેણીને પુત્ર જ થશે.” આ સર્વ સાંભળીને બીજાએ કહ્યું કે-“આ સર્વને નિશ્ચય શી રીતે થાય ?” બુદ્ધિમાને કહ્યું કે-“જ્ઞાનનું ફળ પ્રતીતિજ (ખાત્રીજ) છે. માટે આગળ જતાં તને ખાત્રી થશે.” આ પ્રમાણે વાત કરતાં તેઓ ઈચ્છિત ગામે પહોંચ્યા. તે ગામની બહાર મેટા સોવરને કાંઠે તે રાણને આવાસ જે. હાથણીને પણ ડાબી આંખે કાણ જે. તેટલામાં તે રાણીની પાસે રહેલી કઈ દાસીએ આવીને કેઈમત્રી જેવા મોટા અધિકારીને કહ્યું-“રાજાને પુત્રને લાભ થશે, તેની તમને વધામણી આપું છું.” તે સાંભળીને બુદ્ધિમાને બીજને કહ્યું કે-“આ દાસીનું વચન સંભળ.” તેણે કહ્યું કે-“મેં સાંભળ્યું, તારું જ્ઞાન અસત્ય નથી.” - ત્યાર પછી તે બને તે સવારમાં હાથ પગ જોઇને તેના કાંડા પર વટ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. તેવામાં કઈ વૃદ્ધ સ્ત્રી માથે જળો ભરેલ ઘડે લઈને ત્યાંથી નીકળી. તેણીએ આ બન્નેની આકૃતિ અને વિચાર્યું કે-“ખરેખર આ કોઈ વિદ્વાન જણાય છે, માટે આને હું દેશાંતરમાં ગયેલા મારા પુત્રનું આગમન પૂછું.” એમ વિચારીને તેણીએ તેમને પ્રશ્ન પૂછશે. પ્રશ્નને જ સમયે તેણીના માથા પર રહેલો ઘડે ભૂમિપર પડી ગયે અને તેના સેંકડે કકડા થઈ ગયા. તે જોઈને તરત જ પિલા વિચાર રહિત શિવે જવાબ આપે કે-“તારે પુત્ર આ ઘડાની જેમ નાશ પામે છે.” તે સાંભળીને વિચારવાનું છે કે-“હે મિત્ર! એમ ન બોલ. આ વૃદ્ધાને પુર ઘેર આવ્યું છે.” એમ કહીને તેણે વૃદ્ધાને કહ્યું કે-“માજી ! તમે તમારે ઘેર જાઓ અને પુત્રનું મુખ જુએ.” તે સાંભળીને જાણે નવું જીવન આવ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31