________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિવરૂપ.
પરીક્ષા કરીને તેમાંથી સર્વોત્તમ બે અવો જાણી લીધા. પછી પોતાની મુદત પૂર્વ થએ પોતાની નોકરીનું મૂલ્ય માગતી વખતે તેણે કહ્યું કે-મને અમુક અમુક બે અ આપો.” ત્યારે અધસ્વામીએ કહ્યું કે –“બીજ અમાંથી બે સારા અને ને લઈ લે, આ બે અ“થી જ તારે શું પ્રયોજન છે?” અશ્વપાળે બીજી અ* લેવાની ઈચ્છા બતાવી નહીં, પરંતુ તેજ બે અવે માગ્યા. ત્યારે તે અશ્વસ્વામીએ પિતાની સ્ત્રીને તે વાત જણાવીને કહ્યું કે-“આ પુરૂષને આપણે જમાઈ કરીને રાખીએ, નહીં તો તે આપણા બે મુખ્ય અને લઈ જશે.” તે સાંભળીને તે સ્ત્રીએ તેમ કરવાની ના કહી. ત્યારે ફરીથી અશ્વસ્વામીએ કહ્યું કે-આ સારા લક્ષણવાળા અાએ કરીને બીજા ઘણા અવે આપણને પ્રાપ્ત થાય છે, અને કુટુંબની વૃદ્ધિ થાય છે, માટે આ લક્ષણવાળા એ આપી ન દેતાં મારા કહેવા પ્રમાણે કરવું ઠીક છે.” તે સાંભળીને તેણીએ તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી તેણે તે પુરૂષને - તાની પુત્રી આપીને તેને ઘરજમાઈ કર્યો. અહીં એ અને જાણી લેવામાં પિતાની પુત્રીને હાથ છે એમ સમજવામાં અશ્વસ્વામીની વૈનાયિકી બુદ્ધિ જાણવી.
૯ નવમું ગ્રંથનું દષ્ટાંત તે આ પ્રમાણે– પાડલિપુર નગરમાં મુડ નામે રાજા હતો. તેના પર બીજા દેશના કે રાજાએ ત્રણ વસ્તુઓ જૈતુને માટે મોકલી. તેમાં એક ગુપ્ત સૂત્ર હતું, જેને છેડા ભાણવામાં આવતું નહતું. બીજી બે છેડે સરખી જાડાઈવાળી લાકડી હતી, તેનું મૂળ તથા છેડે જાણી શકાય તેમ નહોતું. ત્રીજી વસ્તુ લાખથી લપેટેલ દાબડે હતો, તેનું દ્વાર (ઢાંકણ) જણાતું નહોતું. આ ત્રણે વસ્તુ મુરડ રાજએ પિતાના બધા સભાસદેને બતાવી, પરંતુ કોઈ તેને ભેદ જાણું શક્યું નહીં. પછી રાજાએ પાદલિપ્ત નામના આચાર્યને બોલાવ્યા. રાજાએ તેને પૂછયું કે-“હે પૂજ્ય ! આપ આ વસ્તુના સ્વરૂપને જાણે છે ?” ત્યારે સુરિએ કહ્યું કે-“હા” પછી સૂરિ મહારાજે સૂત્રને ગરમ જળમાંખાંવ્યું. ગરમ જળના સંબંધથી તેના પર પડેલું મીણ આગળી ગયું, એટલે તેને છેડે જાણવામાં આવ્યું. લાકડીને જળમાં નંખાવી એટલે તે લાકડીને જે ભાગ ગુરૂપણને લીધે પાણીમાં ડુતે તેનું મૂળ છે એમ જાણ્યું. તથા દાબડો ગરમ જળમાં નાંખે, તેથી તેને પડેલી લાખ ઓગળી જવાથી તેનું ઢાંકણું પ્રગટ દેખાયું. ત્યારપછી રાજએ સૂરિને કહ્યું કે “હે ભગવન ! આપ અમારાથી જાણી ન શકાય એવી કોઈ પણ કેતુકવાળી વસ્તુ બતાવો કે જેથી તેને હું ત્યાં એકલું.” ત્યારે સૂરિએ એક તુંબડું લઈ તેની એક બાજાને નાનો કકડે કાપી તે તુંબડામાં રત્ન ભર્યા. પછી તે કાપેલા કકડાને એવી યુક્તિથી સીવી લીધો કે તે કોઈ પણ જાણી શકે નહીં. પછી તેણે અન્ય દેશના રાજપુરૂને કહ્યું કે આ તુંબડાને ભાંગ્યા વિના તેમાંથી રત્નો
For Private And Personal Use Only