Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુદ્ધાદિક પંજે અનુક્રમે તત્ત્વશ્રદ્ધાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપજાવવાથી ૧ સમ્યક્ત, ૨ મિથ અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજનો ઉદય થાય ત્યારે ક્ષાપશમિક સમકિત કહેવાય છે. કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વનો (સમકિત મેહનીરૂપે વિપાકેદયવડે વેદીને) ક્ષય કરાય છે અને જે સત્તાગત (મિથ્યાત્વ) છે તેને ઉપશાત કરાય છે. ક્ષાપશમિક સમકિતમાં મિથ્યાત્વને વિપાકથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તો હોય; જ્યારે ઉપશમ સમકિતમાં કોઈ પણ રીતે મિથ્યાત્વનો ઉદય ન હોય. લાયક સકિત તે અનંતાનુબંધી કષાયની ચોકડી અને દર્શનમોહનીય ત્રિકનો ક્ષય થયે છતે જ પ્રગટે છે. ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્યો જ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમાનિક દેવમાં, પ્રથમની ત્રણ નરકોમાં સંખ્યાત-અસંખ્યાત વર્ષાયુ મનુષ્યમાં, અને અસંખ્યાત વર્ષાયુ તિર્યમાં હોઈ શકે છે. બાકીના દેવમાં,નારકોમાં અને સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેનિદ્રતિર્યમાં પરામિક અને ક્ષાપશમિક એ બે સમકિત હોઈ શકે છે. એક બે ત્રણ અને અને ચાર ઈન્દ્રિયવાળાને તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનું સમકિત લાભતું નથી. એ રીતે સમ્યગ જ્ઞાન દર્શન પ્રરૂપણ નામ સમયસારને આઠમો અધ્યાય થયે. હવે સમ્યક ચરિત્ર પ્રરૂપણ નામ નવમે અધ્યાય કહે છે. ' (નવમે અધ્યાય) રદોષ વ્યાપારથી વિરપવું તે રામચરિત્ર કહ્યું છે. તે સર્વથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે. તેમાં સર્વથી ભારત એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રત રૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરોના તેમજ મહાવિદેહ તેત્રવતી તીર્થકરાના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનનો ત્યાગ થઈ ચૂક એ બુદ્ધિથી ચાર મહાવ્રત રૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુણિ માતા રૂપ છે કેમકે એ “પ્રવચન માતા” થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસં૫રાય અને ઘ યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, ઐરાવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હોતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે, ત્યારે પહેલા છેડ્યા તીર્થકરોના શાસનમાં સર્વે ચારિત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38