Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. ૩૮૯ ."" રાજગૃહ નગરમાં શત્રુના સમૂહને જીતનાર પ્રસેનજિત નામે રાજા હતા. તેને વણા પુત્રા હતા. સર્વેમાં શ્રેણિક નામના કુમારને રાજાએ પાતાના મનમાં રાજલક્ષણાથી યુકત જાણ્યા, તેથી તેના ઉપર ખીજાની ઇર્ષા ન થવા માટે બીજા કુમાશને જુદાં જુદાં ગામે આપ્યાં ત્યારે તેને કાંઇપણુ આપ્યું નહીં. તેમજ વચનથી પણ તેને સારી રીતે ખેાલાન્યા નહીં. તેનુ કારણ એ હતું કે તેનુ વધારે સન્માન થયેલુ જોઇને કદાચ ખીજા કુમારી તેને મારી પણ નાંખે. શ્રેણિકને કાંઈપણ ન મળવાથી પોતાનું અપમાન થયેલું માનીને ક્રોધના આવેશથી તે દેશાંતરમાં ચાલ્યા. અનુક્રમે બેનાતટ નગરે ગયા. ત્યાં કાઇ વૈભવ રહિત થયેલા શ્રેણીની દુકાને તે બેઠા. તે શ્રેષ્ઠીએ તેજ રાત્રીએ સ્વપ્નામાં રત્નાકર ( સમુદ્ર ) ને પાતાની પુત્રીને પરણુતા જોયા હતા, તેમજ તે દિવસે તે શ્રેષ્ઠીને શ્રેણિકના પુણ્યપ્રભાવથી ચિરકાળથી સંઘરી રાખેલાં ઘણાં કરીયાણાંના સારી કિંમતે વિષય થવાથી મેટા લાભ ( ઘણુંા ના ) પણ થયા. તથા મ્લેચ્છ લેાકેા પાસેથી મહુ મૂલ્યવાળાં રત્ના અલ્પ મૂલ્યવડે મળ્યાં. તેથી તેણે વિચાર કર્યો કે મારી પાસે બેઠેલા આ ભાગ્યશાળીના પુણ્યપ્રભાવથી આજે મને આટલીખધી ઋદ્ધિ પ્રાપ્ત થઈ.” વળી તેની અત્યંત મનહર આકૃતિ જોઇને શ્રેષ્ઠીએ મનમાં નિશ્ચય કર્યો કેઃ— જે રત્નાકર મે રાત્રીએ સ્વપ્નમાં જોચે હતા તેજ આ છે. ” એમ વિચારીને તે છેછીએ એ હાથ જોડીને વિનયપૂર્વક શ્રેણિકને પૂછ્યું કે તમે કેાના પાણા છે ” શ્રેણિકે કહ્યું કે-“તમારેા. ” તે વચન સાંભળીને જળધારાથી સીંચાયેલા કમ વૃક્ષના પુષ્પની જેમ તે શ્રેષ્ઠીનુ સમગ્ર શરીર હર્ષોંથી રોમાંચિત થયું. પછી તેને પેતાને ઘેર ઘણા સન્માન પૂર્વક તે લઇ ગયા. ત્યાં તેણે શ્રેણિકને ઉત્તમ પ્રકારનુ ભેજનાદિક કરાવ્યું. આ પ્રમાણે બહુ દિવસ સુધી તે ત્રેષ્ટિને ધનના લાભમાં વૃદ્ધિ થવાથી શ્રેણિકના અસાધારણ પુણ્યપ્રભાવને જોઇને શેઠે પેાતાની નંદા નામની પુત્રી તેને પરણાવી. શ્રેણિક પણ તેણીની સાથે ઇંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ સુખ લેાગવતે અને કામદેવના મનારથાને પૂર્ણ કરતા પાંચ ઇંદ્રિયાના ભાગમાં લાલસાવાળા થઇને ત્યાંજ રહ્યા. કેટલાક દિવસ પછી નંદા ગર્ભવતી થઈ. તેવા સમયમાં અહીં પ્રસેનજિત રાજાએ પેાતાના અતસમય નજીક આવ્યા જાણીને શ્રેણિકને લેાકપરપરાએ એનાતટ નગરે રહેલા જાણી તેને ખેલાવવા માટે તરતજ ઉંટના સ્વારો મેાકલ્યા. તે આએ ત્યાં આવીને શ્રેણુિકને વિજ્ઞપ્તિ કરી કે—“ હે દેવ ! શીઘ્રપણે ચાલે. આપને પિતાશ્રી જલદી ખેાલાવે છે. ” તે સાંભળીને શ્રેણિકે નદાની રજા લીધી. (6 “ શ્ને રાવળદે, વંતુર ા વાત નોયાહા । जइ अम्हेहिं कज्जे, तो तत्थ तं एज्जहति ॥ १ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38