________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
જૈન ધર્મ પ્રકાશ.
મહાગિરિજીના શિષ્ય ચાલુય રેહગુપ્ત સ્થાપન કરેલ છે. આ પ્રમાણે હોવાથી વૈશેષિક અને જૈન મત વચ્ચે શું સંબંધ રહે છે તે શોધી કાઢવાની આપણને જરૂર રહેતી નથી. પણ એટલું તો કહી શકાય કે પરમાણુઓની થીયરી, કે જે વૈશેષિક મતની ખાસ રૂપરેખા છે, તે જૈન ધર્મમાં ઘણી સારી રીતે શીખવવામાં આવેલ છે. હવે નૈયાયિક મત માટે એટલું તે ચેકસ કહી શકાય તેમ છે કે તે જૈન ધર્મની પછીથી નીકળેલ મત છે; કારણકે જેનોનું તર્કશાસ્ત્ર અને ન્યાયઘણા પ્રાચીન વિચારે દર્શાવનારૂં છે અને તૈયાયિકનું તર્કશાસ્ત્ર કે જે પણ ઘણું આગળ વધેલું છે તેની સાથે જેનું તર્કશાસ્ત્ર કેઈ પણ રીતને સંબંધ ધરાવનાર નથી.
પ્રાંતે મને મારે ચોકસ નિશ્ચય જણાવવાની રજા આપશે કે જૈનીઝમ –જેના ધર્મ તદન પ્રાચીન મત છે, અને અન્ય મતો કરતાં તદન જુદે અને સ્વતંત્ર મત છે; તેથી પૂર્વના હિંદુસ્તાનના ફિલોસોફીના વિચાર અને ધાર્મિક જીવનના અભ્યાસ કરનાર માટે તે ધર્મ ઘણી વિશેષ અગત્યતા ધરાવનાર છે.
કાપડીયા નેમચંદ ગીરધરલાલ.
(ભાષાંતર કર્તા.) ઉપર પ્રમાણેનું છે. હર્મન જેકેબીનું જૈન ધર્મ ઉપર વિશેષ અજવાળું પાડડનાર અને જેન ધર્મ માટે પશ્ચિમના વિદ્વાનો કેવો મત ધરાવે છે તે દર્શાવનાર ભાષણનું ભાષાંતર અમારા સુજ્ઞ વાચકોની સમજ માટે બહાર પાડતાં અમને બહુ આનંદ થાય છે. આખું ભાષણ ફીલોસોફીના વિચારેથી ભરપૂર છે. ગુજરાતી ભા. ષામાં કેટલાક શબ્દની ઓછાશને લીધે ભાષાંતરકારને કેટલીક જગ્યાએ વિસ્તારથી વિવેચન કરવાની જરૂર પડી છે. તે વિદ્વાન ફેસર, કે જે આપણામાં સારી માન્યતા ધરાવે છે, તેના તરફથી એતિહાસિક પરિષદમાં અપાયેલ આ ભાષણ માટે અને તે વિદ્વાન પ્રોફેસરને ધન્યવાદ આપીએ છીએ, તે મૂળ ભાષણ ખાસ વાંચવા લાયક છે, અને અમારા ઇંગ્લીશ ભાષા જાણનારા વાંચક બંધુઓને તે મૂળ ભાષણ ( શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ હૈરડના નવેમ્બર માસના અંકમાં બહાર પડેલ) વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ.
તંત્રી.
For Private And Personal Use Only