________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયધર્મસૂરિનું ભાવનગરમાં પધારવું.
श्रीविजयधर्मसूरिनुं भावनगर पधार.
ભાવનગરથી ગુરૂમહારાજની છેલા વખત સુધીની સેવાનો લાભ લઈ, બનારસ જેવા દૂર પ્રદેશમાં વિચરી, જેનધર્મને જયસ્થંભ-શ્રીયશોવિજયજી પાઠશાળારૂપે આરોપણ કરી, મુનિ અને શ્રાવકોમાંથી અનેક વિદ્વદ્રને ઉત્પન્ન કરી, અનેક જૈન ગ્રંથોને પ્રીટીંગદ્વારા ઉદ્ધાર કરી, બહુ વર્ષે સૂરિપદની ઉપાધિ સાથે બનારસથી વિહાર કર્યો અને અનુક્રમે સિદ્ધક્ષેત્રની યાત્રાનો લાભ લીધે. આ હકીકતને લઈને
ગ્ય અવસર દેખી ભાવનગરના શ્રીસંઘના આગેવાન ભાવનગર પધારવાની વિનંતિ કરવા પાલીતાણે ગયા છતાં બહુ વર્ષે પધારેલા હોવાથી એક ચાતુમોસિદ્ધક્ષેત્રમાં કરવાની સાથેના સર્વે મુનિઓની તીવ્ર ઈરછા હોવાથી ચાતુર્માસ વ્યતીત થયા બાદ ભાવનગર આવવાની ઈચ્છા જણાવી. ચાતુર્માસ વ્યતીત થયે ફરીને વિનંતિ કરવામાં આવી એટલે તેને સ્વીકાર કરીને પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણક તરીકે પ્રસિદ્ધ થયેલ પસ દશમી (માગશર વદ દશમી) એ આચાર્ય શ્રીવિજયધર્મસૂરિ પોતાના પરિવાર સહિત ભાવનગર પધાર્યા. શ્રીસંઘે યોગ્ય રીતે સારી ધામધુમ સાથે સામૈયું કર્યું.
માગશર વદી ૧૧થી વ્યાખ્યાનની શરૂઆત થતાં શ્રાવક શ્રાવિકાઓને તેમાં અપૂ. રસ લાગે કે જેથી પર્યુષણ પર્વ જેવી માણસની ભીડ દરરોજનાં વ્યાખ્યાનમાં થવા લાગી અને એકચિત્તે ઉપદેશામૃતનું આસ્વાદન કરવા લાગ્યા. એમની મધુર વાણીના રસનું અન્યધમીઓને પણ આસ્વાદન કરાવવા માટે ચાર જાહેર ભાષણે કરાવવામાં આવ્યા. તેની અંદર ભાવનગરના મુખ્ય દીવાનસાહેબથી માંડીને અનેક અધિકારીઓએ તેમજ પુષ્કળ સંખ્યામાં જેનેતર વગે વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. વ્યાખ્યાનોની સર્વ જીવને એક સરખું હિત કરે તેવી અતિ ઉત્તમ પદ્ધતિની સો કઈ અત્યંત પ્રશંસા કરવા લાગ્યું.
ચાર વ્યાખ્યાન ચાર રવિવારે કરાવવામાં આવ્યા હતા. જેની અંદર વિષય મનુષ્યકર્તવ્ય, પુરૂષાર્થ, ગૃહસ્થધર્મ અને આત્મોન્નતિને અનુક્રમે રાખવામાં આવ્યું હતું. બે વ્યાખ્યાન વીકૂટરસ્કવેરમાં, એક દશાશ્રીમાળીના વંડામાં અને છેલ્લું યશેનાથ મહાદેવના મંદિરમાં થયું હતું. અન્ય વર્ગ પ્રસન્ન થયાની ખાસ નિશાની એ હતી કે ત્રીજા વ્યાખ્યાનના પૅફલેટ ભાવનગરના નગરશેઠના નામથી અને ચોથા વ્યાખ્યાનના પૅફલેટ અત્રેની થીયોસેફીકલ સોસાઈટી તરફથી બહાર પાડવામાં આવ્યા હ... દરેક વખતે હજાર ઉપરાંત શ્રોતાઓએ લાભ લીધો હતે.
For Private And Personal Use Only