________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસ્વરૂપ.
૩૯૬
વાત રાજાને નિવેદન કરી, એટલે રાજા ખુશી થયે અને તેને લાખ રૂપીઆના ઈનામ સાથે મંત્રીપદ આપ્યું. અહીં તે પુરૂષની અત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૧૩ મું લુ નું દષ્ટાંત પ્રથમ ગાથામાં કહેલ છે તે અત્ર લખ્યું નથી. ૧૪ હવે મા એટલે માર્ગનું ઉદાહરણ આ પ્રમાણે –
કોઈ પુરૂષ પોતાની ભાર્યાને લઈને ગાડીમાં બેસી બીજે ગામ જતો હતો, માર્ગમાં કોઈક સ્થાને તેની ભાર્યા શરીરચિંતાને માટે વાહનમાંથી નીચે ઉતરી, તે સ્ત્રી શરીરચિંતાને માટે કેટલીક દૂર ભૂમિ ગઈ, ત્યારે તે સ્થાનમાં રહેનારી કઈ વ્યંતરી તે પુરૂષનું રૂપ સૈભાગ્ય વિગેરે જેઈને કામકીડાની ઈચ્છાથી તે સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી અને વાહનમાં ચડી બેઠી. પછી પેલી સ્ત્રી શરીરચિંતા કરીને જેવામાં વાહનની સમીપે આવે છે, તેટલામાં પોતાના જેવા સ્વરૂપવાળી બીજી કોઈ સ્ત્રીને વાહનમાં બેઠેલી જોઈ. તે વખતે પેલી વ્યંતરીએ પુરૂષને કહ્યું કે –“આ કોઈ વ્યંતરી મારું રૂપ ધારણ કરીને તમારી પાસે આવવા ઈચ્છે છે, તેથી બળદોને જલદી હાંકે.” તે સાંભળીને પુરૂષે તે પ્રમાણે કર્યું. ત્યારે સાચી સ્ત્રી બૂમ પાડતી તેની પાછળ દોડવા લાગી, તેણુને બૂમ પાડતી જોઈને તે પુરૂષનું ચિત્ત મુંઝાયું, તેથી તે બળદને ધીમે ધીમે હાંકવા લાગ્યો. સાચી સ્ત્રી ગાડાની પાસે આવી, એટલે તે ભાર્યાનો ને વ્યતરીને પરસ્પર કઠેર શબ્દોથી કલહ થવા લાગ્યો, એમ કરતાં કઈ ગામમાં આવ્યા, એટલે ત્યાં અને સ્ત્રીઓએ રાજકુળમાં ફરીયાદી કરી. ન્યાયાધીશે તેના પુરૂષને પૂછતાં તે પુરૂષ તે તેને નિર્ણય કરી શક્યું નહીં, એટલે તે તો ઉદાસીન જ (મધ્યસ્થ જ ) રહ્યો. ત્યારે ન્યાયાધિકારીએ તે પુરૂષને ઘણે દૂર ઉભો રાખીને તે અને સ્ત્રીઓને કહ્યું કે-“તમારામાંથી જે સ્ત્રી આ પુરૂષને પોતાના હાથવતી અડી ઉભી ઉભી અડકે તેણીનો આ પતિ છે એમ જાણવું.” તે સાંભળીને વ્યંતરી પિતાને હાથ લાંબો કરીને દૂર રહી સતી તેને અડકી. તે જોઈને ન્યાયાધિકારીએ તેને વ્યંતરી જાણી, તેથી તેને કાઢી મૂકી, અને બીજી સ્ત્રી સાચી હતી તે તેણીના પતિને સોંપી. અહીં ન્યાયાધિકારીની એત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૧૫ મું ફરિધ એટલે સ્ત્રીનું દષ્ટાંત છે તે અહીં લખ્યું નથી. ૧૬ હવે હું એટલે પતિનું દષ્ટાંત આ પ્રમાણે
કઈ બે ભાઈ વચ્ચે એક ભાર્યા હતી અને તે બંને પર સરખો પ્રેમ રાખતી હતી. તે બાબત લોકોને ઘણું આશ્ચર્ય થતું હતું કે–“આ સ્ત્રી અને ઉપર સરખો
૧દેશ વિશેષે એવી પ્રવૃત્તિ હોય છે. '
For Private And Personal Use Only