Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
मनुष्य कृत्याकृय.
(સરસ્વતીચંદ્ર નાટકમાને પરણીને પસ્તાવું—એ રાગ.) જનમીને મરવું, વળી પાછું અવતરવું, ઉધે મસ્તક અધર લટકવું; લખ ચોરાશી ફરવું, એવા દુઃખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. ટેક. ૧
ધ માન માયા મદમસર, લેલે પરધન હરવું; કુમતિવશ કામાંધ બનીને, પર રમણીથી હળવું, એવા દુઃખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. પ્રપંચપાસે વિધાસીને, લાલચ દે છેતરવું; નિરઅપરાધી પશુ પંખીનું નાહક જીવતર કરવું, એવા દુ:ખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. મેહ મદીરા પાન કરીને, નહિ કરવાનું કરવું ચારી ચાડી ચુગલી કરીને, પેટ પાપથી ભરવું, એવા દુ:ખથી ડરવું રે, ધ્યાન પ્રભુનું ધરવું. સત્ય ક્ષમા સંતોષ દયાથી, પરહિત કરી દુઃખ હરવું; સદાચારની સરલ વાટમાં, સમતા સહિત વિચરવું, એવા ગુણથી મરવું રે, ફરી ફરી નહિ અવતરવું. ભક્તિ સ્તુતિ વૈરાગ્ય વાસના, વાસીત મનસર ભરવું; શત્રુ મિત્રમાં સમદ્રષ્ટિથી, વિર વિધ વિસરવું, એવા ગુણથી મરવું , ફરી ફરી નહિ અવતરવું. કરૂણા પ્રદિમૈત્રાદિકથી જીવન સફળ કરવું; આશ્રવ ટાળી સંવર પથે સાકળચંદ રાચરવું, એવા ગુણથી મરવું રે, ફરી ફરી નહિં અવતરવું.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38