________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
જેન ધર્મ પ્રકાશ.
અલી શકતોજ નથી. આંધળા અને પાંગળે વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી કાચી ક્ષેમકુશળ નગરમાં પેસી શકયા.”
આ રનથીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મડાનુભાવ તેજ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારા ત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠ ભવે સીઝ, બુઝે, કમ—મુક્ત થાય, પરિનિવાણ પામે ચાવત્ સર્વ દુઃખોને અંત કરે. ( પરંતુ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિરોધી ચાર ગતિ રૂપ સંસાર અટવીમાં જ રખડે. તે માટે અનંત (અવ્યાબાધમોક્ષ) સુખના અભિલાષી-આકાંક્ષાવાળા મહાનુભાવોએ આ રત્નત્રયીની આરાધના કરવાનો જ (ખાસ) ઉદ્યમ કરો. એજ સાચો અર્થ–પરમાર્થ છે.
ગ્રંથ ઉપસંહાર.” શ્રી તીર્થકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાં જ જે અતિ નિર્મળ રૂચિ તે શ્રદ્ધા-સમકિત કહેવાય છે, તેમજ સદેષ (પાપ) વ્યાપારથી જે વિરમવું તે ચારિત્ર કહેવાય છે. હે ભવ્યજન! મોક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરે !
સ્વપર ઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમયસાર (પ્રવચન-રહસ્ય) ને જે મહાશય જાણે-સહે (માને) અને પાળે–તેને યથાર્થ આદર કરે તે મહાનુભાવને મોક્ષપ્રાપ્તિ સુલભ જાણવી.
મેઘ અને ચંદ્રની જેમ કોને હિતકારી ( સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિદાયક પ–કમળની જેવી કાન્તિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણ સદાય (ભવ્યજનોને) મોક્ષ સુખ અર્પો ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર (દેવાનંદ-શિષ્યની ઉન્નતિ કરનાર) એવું નામ પણ પ્રદશિત કર્યું. (છેલ્લી ગાથામાં અંતિમ મંગલાચરણ રૂપે ગ્રંથકારે બહુ સારું રહસ્ય બતાવ્યું છે તે વિસ્તારચિજનોએ ટીકા ઉપરથી અવધારવું) શિવરંતુ સર્વે નાતા
એ રીતે આરાધના વિરાધના ફળ નિરૂપણનામાં સમયસારને દશમો અધ્યાય પૂર્ણ થયે; અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે.
ઈતિશમ. (આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતેજ સંસ્કૃત ટીકા રચી છે. (સંવત ૧૪૬૯) તેની ઉપરથી આ લેખ ટૂંકામાં સારરૂપે લખવામાં આવ્યું છે.)
For Private And Personal Use Only