________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
જૈન ધર્મ મકા.
નથી–ગ્રહસ્થ શ્રાવક શ્રાવિકાઓને પ્રતિબંધ રાખ્યા કરે છે અને તેમને તેમના સ્વાર્થઅંધતાના કહિપત માર્ગમાં બીજ મુગ્ધ-કહા કે મૂર્ખ ભાઈ બહેન સહાય કરે છે, એ બહુ ખેદની વાત છે. જેમાં જિનશાસનની ઉન્નતિ કરવા મહાવ્રત ધારણ કરી પંચ સાખે બંધાયેલા છે તેઓ પાછા પ્રાપણે યા પ્રગટપણે પૂર્વોક્ત પ્રતિબંધ રાખી અનેક પ્રકારના દુષ્કર્મ કરે અને તે વાતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જણતાં છતાં તેવા હરામી વેશધારીને યોગ્ય શિક્ષા આપવાને બદલે તેમના ધારેલાં નીચ કાર્ય સાધી લેવામાં અન્ય સહાયભૂત થાય આ કેવી ધૃષ્ટતા? કેવી નિર્લજજતા? અને કેવી નીચતા? જેનશાસનમાં મનુષ્યપણે આવાનીચજનોનો જન્મ થવાને બદલે પશુ રૂપે જન્મ થયે હોય તો તે ખેદકારક ગણાય નહિ તેવાં નીચ કામ કરનાર અને કરાવનારાને જન્મ કે નિષ્ફળ ચાલ્યો જાય છે તેને ખ્યાલ સરખે પણ તે દુર્ભાગીઓને કયાંથી આવે ? આ કડવાં લખાણથી તેવા નાદાન છોને હિત થવાનો ઓછો સંભવ છે, પણ તેવાં નીચ કાર્યનિંદાપાત્ર હોઈ, કઈ રીતે પુષ્ટિ આપવા ગ્ય નથી જ એમ સમજી, જે કઈ તેવાં નીચ–નિંઘ કાર્યને પુષ્ટિ આપતા અટકશે તેમને તે આ લખાણ અવશ્ય ઉપકારક થઈ શકશે.
ઇતિશમ, સમિવ કપૂરવિજયજી.
आत्मार्थी जनोए लक्षमा लेवा योग्य केटलाएक
हितवचनो.
૧ જ્યાં ગુણી જનેને નિવાસ હય, સત્ય-પ્રમાણિક વ્યવહાર ચાલતો હોય, પવિત્રતા સચવાતી હોય અને પ્રતિષ્ઠા વધતી હોય, તેમજ અનેક અપૂર્વ ગુણોનો લાભ મળતો હોય એવા શુભ સ્થાનમાંજ બુદ્ધિશાળી જનોએ પિતાનો વાસ કરવોત્યાં જ વસવું.
૨ જન્મમરણાદિ સૂતક પ્રસંગે તથા ગ્રહણ સમયે, અનેક અસ્વાધ્યાય સમયે અને તેવાજ અસ્વાધ્યાયવાળા સ્થળે ભણવું નહિં. (વિવેક વિલાસે ૮-૧૨૫)
૩ શાસ્ત્ર અનુરાગ (પ્રેમ), આરોગ્ય, વિનય, ઉદ્યમ અને બુદ્ધિબળ એ પાંચ જ્ઞાન અભ્યાસનાં અંતરંગ કારણ જાણવાં, તેમજ સહાધ્યાયી (સાથે અભ્યાસ કરનાર), ભોજન, વસ્ત્ર, ભણાવનાર ગુરૂ, તથા જોઈતાં પુસ્તકોને ચોગ એ પાંચ અભ્યાસનાં બાહ્ય કારણે જાણવાં.
For Private And Personal Use Only