Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ જેનધર્મ પ્રકાશ. પાણિગ્રહણ કર્યું હોય ! એમ જણાય છે. હે નાથ ! હવે તો જાગો. ઉદયાળ દિ પર સૂર્ય ઉગે છે. માટે આપને મુંબનું અને દર્શન આપ. હું ગંગાજળ ને દાત લઈને ઉભી છું, માટે દંત ધાવા કરી રહ્યું. આ વખતે રાજપુત્ર તે અખાડામાં જઈને મહું યુદ્ધ કરે. રાજસભાને વખત પણ થઈ ગયેલ છે વાટે છે સાસુના જાયા ! હવે ઉડે. જે આટલા બધા મોડા ઉઠે છે એ જાણશે તે તમારી વિમાતા આવીને ડાક આપશે. ” ગુણાવતીના આ પ્રમાણેના વચનો સાંભળીને ચંદ્રરાજા કપટ નિદ્રા તજી હલા ફાંફલા થઈને ઉડ્યા. અને બોલ્યા કે-“ બહુ વાત થઈ ગયે, સુર્ય ઉગ્યાની પણ ખબર પડી નહીં. રાત્રીએ માવઠું થયું તેની ઠંડકથી મારું દિલ વધારે ઘેરાઈ ગયું તેથી રાણીજી ! મને ઉડતાં વાર લાગી. પણ આજે તે તમને પણ આખી રાતને ઉજાગરો લાગે છે. કેમકે આંખે તે વાત કહી આપે છે. વળી આજ તો અત્યારથી જ પ્રીતિ વિશેપ બતાવવા માંડી છે. વળી આજની વાત તે કાંઇક રસીલી લાગે છે કેમકે તમે પણ આશાઈ રંગ બતાવવા. માંડ્યા છે. એમ જણાય છે કે આજે રાત્રે તમે કંઈક ક્રિડા કરી આવ્યા છે. આજના ઢગજ જુદા જણાય છે તે હવે અમને વાત કરે કે રાત્રે ક્યાં ગયા હતા ? પછી અમને જગાડવાની હતાળી વાત કરજો.” ગુણાવળી બેલી કે--“હે સાહેબ ! હું આપના ચરણ કમળ છોડીને કયાં જાઉં ? હું તે કાંઈ રાતની વાત જાણતી નથી, પણ તમે કાંઈ રાત્રી રમી આવ્યા લાગે છે. મારાથી આપની આજ્ઞા વિના મહેલ બહાર પગ પણ કેમ દેવાય? માટે તમે ખરેખરી વાત કહી દે.” આ પ્રમાણેના રાણીના વચનો સાંભળીને ચંદરાજ વિચારવા લાગ્યા કે આમાં અને બીલકુલ વાંક નથી. માત્ર એક રાત્રીના પ્રસંગમાંજ જે સરલ એને સાચા બેલી હતી તે વાંકી અને અસત્ય બોલનારી થઈ પડી આમાં વાંક માત્ર વિમાતાનો છે. જેમ શ્રીફળનું પાણી કપુરના સંગમથી વિપરૂપ થઈ જાય છે તેમ સાધુ જને પણ દુઃસંગતિથી વિકાર પામી જાય છે. યંગની ઘડીના રસંગમથી ઝાલરને પ્રહાર સહન કરવા પડે છે. અને સંગ અંગારા જેવું છે. તે બધી સ્થિતિમાં નુકશાન કરે છે. વળી નારી, વારી, તલવાર, નેત્ર, અશ્વ ને નરેશ જેમ વાળીએ તે વળે છે. આ પ્રમાણે વિચારીને પછી બોલ્યા કે-“હે પ્રિયે ! હવે બીજી ત્રીજી વાત પડી મુકીને રાત્રી કયાં રમી આવ્યા તે સાચું કહો.” ગુણાવળી પતિને ભેળવવા માટે કલ્પિત વાત કહેવા લાગી. હે સ્વામી ! વિતાઢા પર્વત ઉપર વિશાળ મે નગરી છે ત્યાં મણિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44