________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાનના રાસ ઉપરથી નીકળતે સાર.
31
અને જે વાતે રસ વધે તેવી વાત કરે. અમે આખી રાત તમારે માટે ઉર્જાગરા કર્યાં તે તે તમારા હીસાખમાં પણ ન આવ્યે. ભલે તમે ધ્યાનમાં ન લ્યે પણ પરમેશ્વર તેા જાણે છે. એ તે જગમાં ઉખાણા છે કે-ઘેાડા વેગથી દેહે પણ અસ્વારને તેની ખબર ન પડે. તમે પણ તેમજ કરી છે. તમે અમારી વાત બધી હુાંસીમાં કાઢી નાખે છે તેથી તમે કાંઇકથી વણિકકળા શીખી આવ્યા લાગે છે; વળી તમે વાત કરીને ઉલટી દખામણી બતાવે છે પણ હું તા ભાળી તે કાંઇ સમજી નહીં અને બધી વાત રાત્રે મની હતી તે તમને કહી દીધી, બાકી આવી હાંસી કરવી આપને ઘટતી નથી. કેમકે હસવામાંથી ખસવું થઈ જાય છે. કયાં હું ને ક્યાં વિમળાપૂરી ? તમે મને ત્યાં કયાંથી ક્રીડી ? હું ઘરને ઉંબરો તજીને બહાર જતી નથી તે એટલે દૂર આપની આજ્ઞા વિના શી રીતે જાઉં ? માટે એવી નકામી વાત કરવી પડી મુકે.
,,
સ્વપ્ન
ચંદરાજા કહે કે-“ રાણીજી ! એમાં રીસ શામાટે ચડાવા છે ? જેમ તમારા મનમાં આવે તેમ ગાઓ મતવા તેમાં મારી કયાં ના છે? મેં મારા સુપનની વાત કરી તેમાં તમને ખાટુ કેમ લાગે છે? મારી હંસવાની તા ટેવ છે. તે શું તમે આટલા વખતના પરિચય છતાં જાણતા નથી? પણ મારૂ ખાટુ નથી એવા મને તો નિરધાર છે. સાસુ વહુનુ સરખે સરખું જોડું મળ્યું છે તેા ખુશીથી મેાજ કરે. પણ કૃપા કરીને મને પણ કોઇકવાર એવી મેાજ બતાવતે. એમાં મારી શકા ન રાખશે. તમારા કામ ભેગું મારૂ પણ કામ થશે. ખીચડીની ખામાં ઢોકળું સીજી જશે. બાકી મે આજેજ તમને ગોદડીમાંથી ગોરખ જાગે તેમ એળખ્યા; આજ સુધી બરાબર ઓળખ્યા નહાતા.”
આ પ્રમાણેના પતિનાં વચને સાંભળીને ગુણાવળી ખેલી કે-“હેવાલમ! આપ વગરગુન્હે શામાટે મેણાં મારે છે ? આ વચનેાથી તે આપને પ્રેમ મારા પ્રત્યે પાતળા પડ્યા હોય એમ જણાય છે, તમે ખેાલી ખેલીને હસતાં હુડ ભાંગા છે. મને લાગે છે કે કેાઇ ચાડીયેા તમને મળી ગયા છે કે જેણે મારી બેટી ચાડી ખાધી છે. પણ હે સ્વામી ! હું વાંકી વાડ નીચે ન આવું, અને ખાંડાની ધારપર ચાલે તેમ ચાલું છતાં તમે વહેતા બળદને આર મારવા જેવુ' કરે છે. કતને સત્તા મેલે તેવી સ્ત્રીએ હાય છે, પણ તેવી હુ નથી. આપ તે ખાત્રીથી માનો; માટે આપ આવા પ્રીતિના નાશ કરનારાં વચને ન મેલેા તે રીક. પછી આપની મરજી. ”
આના જવાળમાં ચ’દરાજા માનજ રહ્યા. એટલે ગુણુાવળીએ પણ પોતાનુ ભાષણું આગળ ચલાવ્યું નહીં; પરંતુ ચંદરાજાના શરીર ઉપર વિવાહૂને લગતા
For Private And Personal Use Only